જયંત પાટિલ વિશે આગાહી કરવી મુશ્કેલ, જો તેમને અમારો રંગ પસંદ હોય તો તેમણે સાથે આવવું જોઈએ: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે એનસીપી (એસપી)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટિલ શરદ પવારથી નાખુશ છે. બે દિવસ પહેલા, તેઓએ એક મંચ પર કહ્યું હતું કે, ‘મારી ગેરંટી ન લો.’ મારું કશું પાક્કું કહેવાય નહીં. આ નિવેદન પછી રાજ્યના પ્રધાન હસન મુશ્રીફે એવો દાવો કર્યો હતો કે, જયંત પાટિલ નારાજ છે.
જયંત પાટીલના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ. હવે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જયંત પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં તેમને ખુલ્લી ઓફર આપી દીધી હતી. દરેકને ધૂળેટી વંદનાની શુભેચ્છા પાઠવતા, એકનાથ શિંદેએ જયંત પાટીલના નિવેદન પર ટિપ્પણી કરી.
જયંત પાટિલ ખૂબ જ પરિપક્વ નેતા છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણમાં કાર્યરત છે. જયંત પાટિલ વિશે આગાહી કરવી ઘણી મુશ્કેલ છે. તેઓ શરદ પવારની સાથે છે. ભલે આપણો વિપક્ષ નાનો છે અને વિપક્ષી નેતા બનવા માટે પણ તેમની પાસે પૂરતી સંખ્યા નથી, આમ છતાં અમે વિપક્ષને ઓછો આંકતા નથી. અમે વિપક્ષને નબળો માનતા નથી.
વિપક્ષ અને શાસક પક્ષ એ રથના બે પૈડા છે. બાળાસાહેબ હંમેશા કહેતા હતા કે, ‘કોઈ સારું કામ કરતા હોય તો તેમને સારું કહો.’ આપણે સરકાર તરીકે જો સારું કામ કરી રહ્યા હોય, તો સારું કહો. પણ જો કોઈ ભૂલ થતી હોય તો તે દેખાડવાની પણ હિંમત રાખો.
એકનાથ શિંદેએ કહ્યું છે કે જેઓ આ ભગવા રંગમાં સ્નાન કરવા માંગે છે તેઓ પણ અમારી સાથે આવે તેવી તેમની ઇચ્છા હતી.