આ શું…સોનાક્ષી સિન્હાએ એકલા એકલા પહેલી હોળી રમી…

સોનાક્ષી સિન્હાના લગ્ન પછીની આ પહેલી હોળી છે. કોઈપણ કપલ માટે લગ્ન પછીનો પહેલો તહેવાર સ્પેશિયલ જ હોય અને તેની ખાસ ઉજવણી પણ કરે. શત્રુધ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હાના લગ્ન પછીની પહેલી હોળી છે, પરંતુ અભિનેત્રીએ હોળી રમ્યાના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ત્યારથી નેટીઝન્સે હોળી કરી નાખી છે.
સોનાક્ષીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે અને પહેલી હોળીમાં તે સાથે ન હોવાથી નેટીઝન્સ પોતાના જ ગતકડાં ગોઠવી રહ્યા છે. જોકે સોનાક્ષીએ બધાની બોલતી બંધ કરી દીધી છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ સોનાક્ષીએ નેટીઝન્સને કહ્યું છે કે આટલું બધુ તમારા દિમાગને જોર ન આપો. હું શૂટિંગ માટે મુંબઈની બહાર છું અને ઝહીર મુંબઈમાં છે આથી અમે સાથે હોળી રમી શક્યા નથી. શાંત થઈ જાઓ, તમારા દિમાગ પર પાણી રેડો.
આપણ વાંચો: પતિ ઝહીર સાથે બાપ્પાની આરતી કરી સોનાક્ષી સિન્હાએ
હકીકતમાં સોનાક્ષી હવે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે. હાલમાં તે જટાધરાના શૂટિંગમાં વ્યસ્ત છે. સોનાક્ષીએ કામને મહત્વ આપી પતિ સાથેની પહેલી હોળી મિસ કરી છે, પરંતુ સેટ પર તેણે હોળી રમી હતી અને તેના ફોટા પોસ્ટ કર્યા હતા જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

સોનાક્ષીનું બોલીવૂડમાં જોઈએ તેવું જામેલુ કરિયર બની શક્યું નથી. એકાદ બે સારી ફિલ્મો સિવાય સોનાક્ષી ખાસ કંઈ ઉકાળી શકી નથી, હવે જોઈએ સાઉથમાં તેને કેવો રિસ્પોન્સ મળે છે.