અમારા માસૂમ બચપણ પર લગ્નની જવાબદારી ન ઠોકોઃ કોડિંગ ગેમ બનાવી બાળકોએ આપ્યો સંદેશો ને બન્યા વિજેતા

Child Marriage: બાળલગ્ન જેવી પ્રથાઓ હજી પણ કેટલાક વિસ્તારોમાં ચાલી રહી છે. આ કુપ્રથાને દૂર કરવી ખૂબ જ અનિવાર્ય છે. બાળલગ્નના કારણે બાળકોનું બાળપણ છીનવાઈ રહ્યું છે. નાની ઉંમરે લગ્ન જેવી મોટો જવાબદારી તેમના માથે સોંપી દેવાની પ્રથાને કેમ હજીય કેટલાક લોકો પ્રત્સાહન આપી રહ્યાં છે? આ સમાજ માટે ખૂબ જ મોટો પ્રશ્ન છે. મોટા ભાગે તો આ કુપ્રથા દૂર થઈ ગઈ છે, પરંતુ હજી છેવાડાના કેટલાક વિસ્તારો છે, ત્યાં બાળલગ્ન કેવી કુપ્રથા ચાલે છે.
બાળકોને પણ ખબર પડવા લાગી કે બાળલગ્ન જેવી કુપ્રથા ખોટી છે
આ બાળલગ્ન કુપ્રથાના કારણે ત્રણ મિત્રો પોતાના મિત્રો ગુમાવી દીધા, ગુમાવી દીધા એટલે મિત્રતા તૂટી ગઈ. જેથી આ કુપ્રથા તેમને પણ ખોટી લાગી અને તેમના મગજમાં એક નવો વિચાર આવ્યો. આ સાથે સાથે નાની ઉંમરે દીકરીઓને શાળા છોડાવી દેવામાં આવે છે. આ મુદ્દાઓને પ્રકાશમાં લાવવા માટે એક ખેલ તૈયાર કર્યો હતો. જે CS હેકાથોન ઉત્સવમાં વિજેતા તરીકે ઉભરી આવ્યો હતો.
આ પણ વાંચો…રંગીન મિજાજ પતિને પકડવાનો ટેકનોસેવી પત્નીનો અજબ નુસ્ખો
CEL અને SVP India દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
બાળ લગ્નની સમસ્યાઓને ઉજાગર કરતી રમત કોડિંગ સ્પર્ધા જીતે છે, અને લોકોને સંદેશ આપે છે કે, આ કુપ્રથાને સમાજમાંથી દૂર કરવામાં આવે. આ સ્પર્ધાની વાત કરવામાં આવે તો, CEL દ્વારા SVP India સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પહરભાઈ મુવાડી જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાના આ ત્રણ વિદ્યાર્થીઓ ગાંધીનગર જિલ્લાની 10 સરકારી શાળાઓમાંથી 30 ફાઇનલિસ્ટમાં સામેલ હતા. બલિયાનગર માણેકપુર જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાના પ્રિન્સ પરમાર, દેવયાંગી રાવલ અને નિરાલી રાવલ બીજા ક્રમે રહ્યા હતા. પ્રાંતિજ જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાના દિયા ગજ્જર, જાનકી રબારી અને સાક્ષી સોલંકીએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ગાંધીનગર જિલ્લાની 119 શાળાઓમાંથી 3,612 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેવું કોડ ટુ એન્હાન્સ લર્નિંગ (CEL) ના સ્થાપક અને CEO ઈરફાન લાલાનીએ જણાવ્યું હતું.