આપણું ગુજરાત

સાબરકાંઠામાં પ્રેમિકાને મળવા આવેલા યુવકને અપાઈ તાલિબાની સજા, જાણો વિગત

ઈડરઃ રાજ્યમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને તાલિબાની સજા આપવામાં આવી હતી. પ્રેમીને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો હતો.

શું છે મામલો

સાબરકાંઠાના ઈડરના જાદરના ચડાસણા ગામમાં એક યુવક તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો. બંને મળતા હતા ત્યારે ગ્રામજનો જોઈ ગયા હતા. જે બાદ યુવકના કપડાં કાઢીને ગામમાં ફેરવ્યો હતો અને તેની પાસે માફી પત્ર પણ લખાવ્યું હતું. ઘટનાનો વીડિયો કોઈ ગ્રામજન દ્વારા કેમેરામાં કેદ કર્યા પછી સોશિયલ મીડિયામાં વહેતો કરવામાં આવ્યો હતો. ઘટના બે દિવસ પહેલા બની હતી.

ઉલ્લેખનીય છે કે થોડા સપ્તાહ પહેલા દાહોદમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. પ્રેમસંબંધના કારણે પરિણીતાને સસરા, દિયર સહિત 15 લોકોના ટોળાએ ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન કરી, માર માર્યો હતો.

આપણ વાંચો: Ahmedabad માં પ્રેમીએ પ્રેમિકાના પતિની કરપીણ હત્યા કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી

તેમજ બાઇકના કરિયર પર સાંકળ વડે બાંધીને ગામમાં ફેરવી હતી. જેનો વીડિયો પણ સ્થાનિક સ્તરે વાઇરલ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે પીડિતાનો સંપર્ક કરી 11 પુરુષો અને ચાર મહિલા મળી કુલ 15 લોકો સામે ફરિયાદ નોંધી હતી.

35 વર્ષીય પરિણીતા ત્રણ દિવસ પહેલા પ્રેમીના ઘરે હતી ત્યારે સસરા, દીયર સહિત 15 વ્યક્તિના ટોળાએ ત્યાં આવી તેને ઘરમાંથી ખેંચીને બહાર કાઢીને ફટકારી હતી.

આટલું જ નહીં અર્ધનગ્ન કરીને બાઈકરના કેરિયર પાછળ સાંકળ વડે બાંધી સમગ્ર ગામમાં ફેરવી હતી. જે બાદ તેને સાસરીના જૂના મકાનમાં લાવી અર્ધનગ્ન હાલતમાં બાંધી રાખી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ ચકચાર મચી ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button