અમદાવાદ

Ahmedabad ક્રાઇમ બ્રાન્ચે વિદેશી રમકડાની આડમાં થતી ડ્રગ્સની દાણચોરી ઝડપી

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)ક્રાઇમ બ્રાન્ચે ડાર્ક વેબના માધ્યમથી વિદેશથી મંગાવામાં આવતા એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરી ઝડપી પાડી છે. જેમાં વિદેશી રમકડાની આડમાં આ નશીલા પદાર્થો મંગાવવામાં આવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે અંદાજે 3.45 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો

આપણ વાંચો: 4,249.90 કરોડનું ડ્રગ્સ જપ્ત: 14,230નું સેવન માટે અટક: ફડણવીસ…

આ સમગ્ર ઘટનાની વિગત ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી તપાસ કરતાં આ કુરિયરમાં રમકડાંની આડમાં સંતાડેલું 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ પૂર્વે પણ ક્રાઇમ બ્રાન્ચે ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.

નશીલા પદાર્થ કોણે મંગાવ્યા છે તેની તપાસ હાથ ધરી

આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રીડ ગાંજો અને એમ.ડી. ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની શંકા છે. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કરી રહી છે. તેમજ પોલીસ આ નશીલા પદાર્થ કોણે મંગાવ્યા છે તેની તપાસ હાથ ધરી છે. જોકે, હાલ તો યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button