Good News: કોંકણ નજીક અરબી સમુદ્રમાં મળ્યો ક્રૂડ તેલનો વિપુલ જથ્થો

મુંબઈ: મહારાષ્ટ્રને મોટો ખજાનો સાંપડ્યો છે. લોઅર કોંકણ નજીક અરબી સમુદ્રમાં નવો તેલનો જથ્થો સાંપડ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે. કોંકણમાં પાલઘર અને સિંધુદુર્ગમાં આ જથ્થો મળ્યો હોવાનું જાણવા મળે છે. આને કારણે ભારત તેલઉત્પાદનમાં સક્ષમ થશે, એવી આશા ઊભી થઇ છે. કેન્દ્રીય તેલઉત્પાદન કંપનીઓ તાત્કાલિક સંશોધન દ્વારા અહીં ખોદકામ કરવાની છે.
આ પણ વાંચો: Indian Coast Guardની અરબી સમુદ્રમાં જોરદાર ધાકઃ એક વર્ષમાં એક કેસ પણ…
1974માં ખનીજ તેલનો મોટો જથ્થો મળ્યો હતો
પાલઘર અને સિંધુદુર્ગમાં ઊંડા સમુદ્રમાં અંદાજે 18 હજાર ચોરસ કિ.મી. ક્ષેત્રફળથી પણ વધારે ખનીજ તેલનો નવો જથ્થો સાંપડ્યો છે. આ પહેલાં 1974માં મુંબઈના સમુદ્રમાં અંદાજે 75 નોટિકલ માઈલ અંતરે ખનીજ તેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
2017માં પણ તેલનો મોટુ પુરવઠો મળ્યો હતો
મુંબઈની આ તેલ ખાણ બોમ્બે હાઈ નામથી ઓળખાય છે. આ જગ્યાએ હજી પણ મોટા પ્રમાણમાં ખનિજ તેલનું ખોદકામ ચાલી રહ્યું છે. ત્યાર પછી 2017માં તેલનો મોટો જથ્થો સાંપડ્યો હતો. અહીં અમૃત અને મુંગા એમ બે તેલના કૂવા ખોદવામાં આવ્યા હતા.
તેલ ઉત્પાદન ચાર ગણું વધવાની અપેક્ષા
અગાઉના બે તેલના જથ્થાની સરખામણીએ હાલમાં સાંપડેલો જથ્થો અધિક છે. આને કારણે તેલઉત્પાદન ચાર ગણું વધશે. કેન્દ્રીય પેટ્રોલિયમ ખાતાએ નવા તેલના જથ્થાના સંશોધનકાર્યને ગતિ આપી છે. આ જથ્થો પાલઘર જિલ્લાના દહાણુ નજીક અને સિંધુદુર્ગમાં માલવણ નજીક સમુદ્રમાં છે.
રોજગારીની નવી તકો પણ ઊભી થવાની આશા
દહાણુના દરિયામાં 5338.03 અને લોઅર કોંકણમાં સિંધુદુર્ગ નજીકના સમુદ્રમાં 131.72 ચોરસ મીટર કિ.મી. ક્ષેત્રફળ પર આ તેલનો જથ્થો છે. નવા તેલના કૂવાને કારણે કોંકણમાં ઉદ્યોગ ક્ષેત્ર વધુ વેગવંતું બનશે. મહારાષ્ટ્રમાં પણ રોજગારીની નવી તક ઊભી થવાની છે. ભારતીય તેલઉત્પાદનની ક્ષમતા પણ વધશે