તુઝસે નારાજ નહીં, તેરે સવાલોં સે પરેશાન હું: સુધીર મુનગંટીવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘હું પ્રધાનને કેટલાક સૂચનો કરવા જઈ રહ્યો છું, પરંતુ મને એક વાતનો અફસોસ પણ છે. મને આ અફસોસ વ્યક્ત કરવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. જ્યારે હું કશુંક કહું છુંં, ત્યારે ટીવી ચેનલના લોકો એવા અહેવાલો ચલાવવા લાગે છે કે, તેઓ (મુનગંટીવાર) નારાજ છે, કારણ કે મને પ્રધાનપદું આપવામાં આવ્યું નથી. ખરેખર, મને એક ગીત ગમે છે.
કારણ કે આપણા પ્રિય નેતા નીતિન ગડકરી, જેમને હું મારા હૃદયથી પ્રેમ કરું છું, તેઓ હંમેશા આ મહાન ગીત ગાતા હોય છે. તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મૈં, તેરે માસુમ સવાલોં સે પરેશાન હું મૈં.’ એમ ભાજપના વિધાનસભ્ય સુધીર મુનગંટીવારે વિધાનસભામાં ગીત ગાયું હતું.
‘કેટલીકવાર પત્રકારો પૂછે છે કે શું તમે નારાજ છો? તમારા નિર્દોષ પ્રશ્ર્નોથી હું પરેશાન છું. વાસ્તવમાં, અમે આ ગૃહમાં કોઈ પદ મેળવવા માટે નથી આવ્યા. અમારું લક્ષ્ય ચૂંટણી જીતવાનું નથી. અમે અમારા મતવિસ્તારના નાગરિકોના દિલ જીતવા માટે મુદ્દાઓ ઉઠાવીએ છીએ,’ એમ સુધીર મુનંગટીવારે કહ્યું હતું.
આપણ વાંચો: મહાયુતિના મહારાષ્ટ્રમાં શ્રી ગણેશ: સુધીર મુનગંટીવારે ઉમેદવારી નોંધાવી
‘હું નાયબ મુખ્ય પ્રધાનનું ધ્યાન દોરવા માગું છું કે આપણે ખરેખર શું ધ્યાન આપવું જોઈએ? હજી રાજ્યની આવક વધી શકે છે. સૌથી વધુ સંસાધનોનો ઉપયોગ કરી શકાય છે. હવે આપણે ફક્ત આપણા પોતાના કરવેરા પર ધ્યાન આપવું જોઈએ. 2017-18માં આપણું પોતાનું કરવેરાનું કલેક્શન વધારે હતું.
હવે તેમાં થોડો ઘટાડો થયો છે. તો પછી આપણે એવા અધિકારીઓને ઉચ્ચ હોદ્દા ન આપવા જોઈએ જે આ બાબતમાં અસમર્થ છે. જ્યારે તે પ્રધાનો આવે છે, ત્યારે તેઓ તરત જ હાજી હાજી કરવા લાગે છે,’ એમ સુધીર મુનગંટીવારે કહ્યું હતું.
‘કેટલાક અધિકારીઓ એવા હોય છે તેમના જ્યાં પણ મૂકવામાં આવે છે ત્યાં કામ કરે છે. શું આપણે આવી સિસ્ટમમાં સારા અધિકારીઓની ટીમ બનાવી શકીએ? એવા અધિકારીઓ છે જે લક્ષ્યાંક પૂર્ણ કરતા નથી.
આપણ વાંચો: ઔરંગઝેબના વખાણ કરવા મોંઘા પડ્યા! અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા…
હું એક ઉદાહરણ આપું છું. 2023-24માં, એક્સાઇઝ વિભાગની આવક 25,500 કરોડ રૂપિયા હતી, જેમ કે અમે બજેટમાં જણાવ્યું હતું. પરંતુ ખરેખર કેટલી થઈ, તે 23,222 કરોડ રૂપિયા થઈ હતી. કારણ શું છે? મહારાષ્ટ્રમાં આટલી મોટી માત્રામાં નકલી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, આપણે શોધવું જોઈએ કે તે દારૂ કોણ વેચી રહ્યું છે, કોણ તેમના પક્ષમાં છે, જો તેમના પગ કાનૂની પદ્ધતિએ કાપી નાખવામાં આવે તો આપણને વધારે આવક મળશે,’ એમ સુધીર મુનગંટીવારે સલાહ આપી હતી.
‘અમે 2024-25માં 3,500 કરોડ રૂપિયાની આવકનો અંદાજ લગાવ્યો છે. ગઈકાલ સુધીમાં આવક 21,900 કરોડ રૂપિયા હતી. શ્રીમાન સ્પીકર, એ નોંધવું જોઈએ કે શાકભાજીમાં મીઠું બચાવવા અને એવી કરકસર કરવાથી કોઈ ફાયદો નથી. તેથી, મારી એક માગણી છે. હિંમત કરો, તમે લોન માફી આપવામાં કેમ ડરો છો? લોન માફી માટે 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે,’ એમ સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું.