રશ્મિકા મંદાના રંગાઈ હોળીના રંગોમાં, ‘બમ બમ ભોલે’ના ફોટા શેર કરીને લોકોમાં જિજ્ઞાસા વધારી

બોલીવુડના ભાઈજાન સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘સિકંદર’ને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. લોકોમાં આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ છે. થોડા દિવસ પહેલા આવેલા આ ફિલ્મના ટીઝર અને પોસ્ટરે લોકોને દિવાના બનાવી દીધા છે.
તાજેતરમાં રિલીઝ કરેલું નવું ગીત ‘બમ બમ ભોલે’, જેમાં સલમાન અને રશ્મિકા જોવા મળે છે, તે હોળી સ્પેશિયલ ગીત બની ગયું છે. દરમિયાન, રશ્મિકાએ તેના સોશિયલ મીડિયા પર આ ગીતના શૂટની પાછળના કેટલાક ખાસ ફોટા શેર કરીને ચાહકોની જિજ્ઞાસામાં વધારો કર્યો છે.
રશ્મિકા મંદાનાએ લખ્યું છે કે ‘હોળીની નાની સરપ્રાઈઝ, ફક્ત તમારા માટે! ‘બમ બમ ભોલે’. ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગના પહેલા દિવસ અને આ ગીત પર કામ કરતી વખતે મારી ગમતી પળો છે. પોસ્ટ કરેલી તસવીરમાં રિલીઝ થયેલા ગીત ‘બમ બમ ભોલે’ના ‘પડદા પાછળ’ની ઝલક છે, જેમાં રશ્મિકા મંદાના સલમાન ખાન સાથે ડાન્સ કરતી જોવા મળે છે, ચારેબાજુ રંગો છે. રશ્મિકાએ આ પોસ્ટ કરીને તેના અવતારને લઈને લોકોમાં ઉત્સાહ વધાર્યો છે.
આપણ વાંચો: ‘તમારી જાણ ખાતર, અમે આજે આ રીતે મોતથી બચી ગયા’ જાણો રશ્મિકા મંદાનાએ આવું શ માટે કહ્યું?
સલમાન ખાન ૨૦૨૫ની ઈદ પર સિકંદર સાથે મોટા પડદા પર કમબેક કરવા જઈ રહ્યો છે, જેમાં તેની સાથે રશ્મિકા મંદન્ના જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે અને એ.આર. મુરુગાદોસે દિગ્દર્શન કર્યું છે. ફિલ્મમાં એક જબરદસ્ત સિનેમેટિક અનુભવની સાથે બીજા ઘણા મોટા સરપ્રાઈઝ જોવા મળશે.