મહારાષ્ટ્ર

વેપારીએ 2.34 કરોડની ઠગાઇ આચરી: નાગપુરના ઝવેરીનો આરોપ

નાગપુર: મકાઇના વેપારીએ 2.34 કરોડ રૂપિયાના દાગીના લીધા હતા, પણ તેના પૈસા ન ચૂકવીને છેતરપિંડી આચરી હોવાનો આરોપ નાગપુરના ઝવેરીએ કર્યો હતો.

ઝવેરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે વેપારીએ તેની પાસેથી દાગીના લીધા હતા અને સમયસર પૈસા ચૂકવીને તેનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો.

જોકે છેલ્લા એક વર્ષમાં આરોપીએ ઝવેરી પાસેથી 2.34 કરોડ રૂપિયાના દાગીના લીધા હતા, પણ તે પૈસા ચૂકવવામાં નિષ્ફળ ગયો હતો. આરોપીએ ઝવેરીને કેટલાક ચેક આપ્યા હતા, પણ તે ચેક ભંડોળના અભાવે બાઉન્સ થયા હતા.

આપણ વાંચો: વિદેશ જવાની ઘેલછા ભારે પડી! ઓસ્ટ્રેલીયા-ન્યૂઝીલેન્ડનાં વિઝાનાં બહાને 1.23 કરોડની છેતરપિંડી

દરમિયાન ઝવેરીએ પૈસાની માગણી કરી હતી, પણ આરોપીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પ્રતાપ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ વધુ તપાસ માટે આર્થિક ગુના શાખાને ટ્રાન્સફર કરવાનું પોલીસ વિચારી રહી છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button