પ્રેમને લઈને Rekhaએ આ શું કહ્યું, જયા બચ્ચન સાંભળશે તો…

70 વર્ષીય રેખાનો જલવો આજે પણ એકદમ યથાવત છે અને તે કોઈ પણ ઈવેન્ટ કે ફંક્શનમાં જાય છે ત્યારે લાઈમલાઈટમાં રહે છે. રેખાજીની પર્સનલ લાઈફ તો આપણા બધા માટે એક ખુલ્લા પુસ્તક સમાન છે, પરંતુ ઘણી વખત રેખાજી પ્રેમ વિશે એવી વાત કરી જાય છે કે તેમની કમેન્ટમાં એકલતાનું દર્દ છલકાઈ ઉઠે છે. હાલમાં એક્ટ્રેસે ફિલ્મના ટ્રેલર લોન્ચની ઈવેન્ટમાં પ્રેમને લઈને એવું નિવેદન આપ્યું હતું કે જે જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ રેખાએ આવું તે શું કહ્યું છે-
આ પણ વાંચો: Amitabh Bachchanને કોણે કહ્યું કે તમારી પાસે રેખા નથી? બિગ બીએ આપ્યું આવું રિએક્શન…
રેખાને જોઈને જ એવું લાગે છે કે ઉંમર એ તો માત્ર નંબર છે અને રેખા હાલમાં જ ફિલ્મ પિંટુ કી પપ્પીના ટ્રેલર લોન્ચમાં પહોંચ્યા હતા. કાંજીવરમ સાડીમાં હંમેશાની જેમ જ રેખા એકદમ સ્ટાઈલિશ લાગી રહ્યા હતા અને રેખાનો આ ડિફરન્ટ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. રેખાના ફોટો અને વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસે વ્હાઈટ બ્લેઝર અને વાળને બાંધીને માથા પર હેટ પહેરી હતી. આ સાથે આંખો પર પહેરેલા ગોગલ્સ તેમના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
જોકે આ પહેલી વખત નથી કે રેખાએ આ રીતે ખુલ્લે આમ પ્રેમનો એકરાર કર્યો હોય. સિમી ગરેવાલના શો પર પણ તેમણે રેખાએ અમિતાભ બચ્ચન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ઈન્ડસ્ટ્રીમાં પણ રેખા અને અમિતાભની લવસ્ટોરીના કિસ્સા વાઈરલ છે. પરંતુ બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી. તમે પણ રેખાનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો: જ્યારે રેખાએ Amitabh Bacchhanને ગળે લગાવ્યા…
જ્યારે સ્ટેજ પર રેખાએ એન્ટ્રી લીધી તો આખો માહોલ જ બદલાઈ ગયો હતો. રેખાએ આ સમયે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એટલું જ કહીશ કે જે ચાહો છો એ કહો છો. ચૂપ રહેવાની શું મજા. આ રાઝ-એ-મહોબ્બત છે. પ્યારે તુમ રાઝ-એ-મહોબ્બત ક્યા જાનો? આ મારો એક જૂનો પૂરાનો શેર છે. જે મને આવે છે. આમ તો મેં જિંદગી એક જ શેર લખ્યો છે. સંભળાવું? જો કિસી કો ચાહો તો ઈતના ચાહો કિ, કિસી ઔર ચાહ કી ચાહત ભી ના રહે…