
મુંબઈ: આજે બુધવારે ભારતીય શેર બજારની શરૂઆત ગ્રીન સિગ્નલમાં થઇ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 168 પોઈન્ટના વધારા સાથે 74,270 ના સ્તર પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 38 પોઈન્ટ વધીને 22,536 પર ખુલ્યો.
Also read : ‘મહાવિતરણ’ને શેરબજારમાં લિસ્ટિંગ કરાશે: મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત
થોડા સમય બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને રેડ ઝોનમાં આવી ગયા હતાં. ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક, ટીસીએસ અને ટેક મહિન્દ્રા જેવી મોટી આઇટી કંપનીઓના શેરના ઘટાડો નોંધાયો છે, જેને કારણે બજારે શરૂઆતનો ફાયદો ગુમાવ્યો છે. નિફ્ટીમાં ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેંક, HDFC બેંક, પાવર ગ્રીડ અને NTPCના શેરમાં વધારો નોંધાયો છે.
એશિયન બજારોમાં વલણ:
ગઈ કાલે વોલ સ્ટ્રીટમાં ધોવાણ બાદ આજે એશિયન બજારોની ઓપનીંગ મિશ્ર રહી. આજે જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ ફ્લેટ રહ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.45 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.06 ટકા વધ્યો. જ્યારે, કોસ્ડેક 1.48 ટકા વધ્યો.
Also read : શેરબજારમાં અફડાતફડી બાદ IPO Marketની પણ ચમક ઝાંખી પડી, આ મહિને હજુ સુધી એક પણ આઇપીઓ લોન્ચ નહિ
અમેરિકાની ટેરિફ પોલિસીની અસર વૈશ્વિક અર્થતંત્ર પર થવાની શક્યતા છે, જેને કારણે રોકાણકારોની ચિંતા વધી રહી છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મંગળવારે ભારતીય શેરબજારના ઇન્ડેક્સ સપાટ બંધ રહ્યા. BSE સેન્સેક્સ 12.85 પોઈન્ટ અથવા 0.02 ટકા ઘટીને 74,102.32 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 37.60 પોઈન્ટ અથવા 0.17 ટકા વધીને 22,497.90પર બંધ થયો હતો.