શાન ઠેકાણેઃ અબુ આઝમી થયા છત્રપતિ સંભાજી મહારાજને ‘નતમસ્તક’…
મરાઠા યોદ્ધાની ભારોભાર પ્રશંસા પણ કરી

પુણેઃ મુગલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરવાને કારણે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સમાજવાદી પક્ષના વિધાનસભ્ય અબુ આસિમ આઝમીએ મંગળવારે છત્રપતિ સંભાજી મહારાજને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી તથા આ મરાઠા બહાદૂર યોદ્ધાની પ્રશંસા પણ કરી હતી.
Also read : Aurangzeb raw: અબુ આઝમીનો વિવાદ પહોંચ્યો ઉત્તર પ્રદેશ, યોગીએ ઝાટક્યા તો અખિલેશ આવ્યા બચાવમાં
છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજ પોર્ટુગીઝ અને મુગલો સામેની લડત ચલાવી હતી, સંગમેશ્વરમાં તેમને પકડીને મારી નાખવામાં આવ્યા હતા.
આઝમીએ એક્સ પર પોસ્ટ કર્યુ હતું કે સ્વરાજ્યના બીજા છત્રપતિ મરાઠા યોદ્ધા ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજને તેમની પુણ્યતિથિ નિમિત્તે હું શ્રદ્ધાંજલિ આપું છું. ગયા અઠવાડિયે 26મી ફેબ્રુઆરીએ ઔરંગઝેબની પ્રશંસા કરવા માટે અબુ આઝમીને વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વિધાનમંડળના સભ્યોનું કહેવું હતું કે ઔરંગઝેબની પ્રશંસા કરવી એ છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજનું અપમાન કરવા બરાબર છે. વિધાનસભાની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતા આઝમીએ કહ્યું હતું કે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હોવા છતાં તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Also read : ઔરંગઝેબના વખાણ કરવા મોંઘા પડ્યા! અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા…
અબુ આઝમીએ કહ્યું હતું કે ઔરંગઝેબના શાસનમાં ભારતની સીમા અફઘાનિસ્તાન અને બર્મા (મ્યાનમાર) સુધી પહોંચી હતી તથા દેશની જીડીપી 24 ટકા પર પહોંચીને ભારતને સોને કી ચિડીયા કહેવામાં આવતું હતું.