ભુજ

કચ્છઃ ભચાઉ નજીક મધ્યરાત્રે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

ભુજઃ ભાતીગળ પ્રદેશ કચ્છને વર્ષ ૨૦૦૧માં તારાજ કરનારા મહાભૂકંપની વરવી યાદો લોકોના માનસપટ પર વારંવાર જીવંત કરી સતત ધ્રુજાવી રહેલા આફ્ટરશૉક્સની વણથંભી વણઝાર ચાલુ રહી છે તેવામાં મંગળવારની મધ્યરાત્રીના ૧ અને ૧૧ મિનિટે ૨.૮ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે.

આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ૧૧મી માર્ચની રાત્રીના સમયે ૧ અને ૧૧ મિનિટે ભચાઉથી ૧૪ કિલોમીટર દૂર હલરા અને રામપર ગામ વચ્ચે કેન્દ્રબિંદુ ધરાવતા ૨.૮ની તીવ્રતાનું કંપન ઉદભવ્યું હતું.
ભૂકંપના આ કંપનની અસર કેન્દ્રબિંદુ આસપાસના વિસ્તારમાં વિશેષ અનુભવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો…અમદાવાદમાં 5 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતાં 1543 પોલીસકર્મીઓની બદલી, જુઓ લિસ્ટ

ઉલ્લેખનીય છે કે, ઈશુના નવા વર્ષ ૨૦૨૫ના શરૂઆતી માસમાં ૩થી ઉપરની તીવ્રતા ધરાવતા છથી વધુ આંચકા નોંધાઈ ચુક્યા છે અને મુંદરા, માંડવી અને ભચાઉ તાલુકામાં ક્યારેક થતા ભેદી ધડાકા પણ લોકોને સતત ડરાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button