નેશનલ

સોનાની દાણચોરીથી સરકારી તિજોરીને કેવી રીતે થાય છે નુકસાન, જાણો આ ગણિત

નવી દિલ્હીઃ અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દાણચોરીનું હબ બન્યું હોય તેમ સમયાંતરે મોટો જથ્થો ઝડપાતો રહે છે. તાજેતરમાં બેંગલુરુ એરપોર્ટ પરથી કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ સોનાની તસ્કરી કરતાં ઝડપાઈ હતી. જે બાદ દેશમાં ફરી એક વખત ગોલ્ડ સ્મગલિંગને લઈ ચર્ચા થઈ રહી છે.

વિદેશથી આવતાં લોકો ભારતમાં આવીને સોનું વેચી દે છે. સોનાની દાણચોરી માટે લોકો અનેક પ્રકારના ઉપાયો અજમાવતા હોય છે પરંતુ તેમાંથી મોટા ભાગના પકડાઈ જતાં હોય છે. દુબઈ આ માટે કુખ્યાત છે. દુબઈમાં સોનું સસ્તું મળે છે અને ભારતમાં સોનીની કિંમત આકાશને આંબી છે. જેનો લાભ સ્મગલરો ઉઠાવતાં હોય છે. આ કારણે સરકારી ખજાનાને દર વર્ષે અબજો રૂપિયાનો ચુનો લાગે છે.

સોનાની દાણચોરીથી સરકારને તેના પર લાગતો ટેક્સ એટલે કે કસ્ટમ ડ્યુટી મળતી નથી. જો સોનાની દાણચોરી વધે તો તેની સીધી અસર દેશના ગોલ્ડ રિઝર્વ પર પડે છે. કારણકે દેશમાં ગેરકાયદે રીતે આવતાં સોનાનો કોઈ હિસાબ-કિતાબ નથી હોતો. તેનાથી બજારમાં સોનાના ભાવ પર અસર પડે છે. આ ઉપરાંત દેશને ટેક્સની આવક થતી નથી. જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થાય છે.

આ પણ વાંચો…ક્યાંક ભારે લૂ તો ક્યાંક વરસાદની શક્યતાઃ આવતા અઠવાડિયામાં દેશનું હવામાન આવું રહેશે

ભારત વિશ્વમાં સૌથી વધુ આયાત જકાત ધરાવે છે. તમામ પ્રકારના કર સહિત, તે 15% સુધી પહોંચે છે. આ સિવાય જ્વેલરી બનાવવા પર 3% GST વસૂલવામાં આવે છે. દેશમાં સોનાની દાણચોરી વધવાનું આ મુખ્ય કારણ છે. દેશમાં સોનાની દાણચોરી સતત વધી રહી છે. સરકારી આંકડા પણ આ વાતની ખાતરી આપી રહ્યાં છે. છેલ્લા બે વર્ષમાં દાણચોરી દ્વારા જપ્ત કરાયેલા સોનામાં 60 ટકાથી વધુનો વધારો થયો છે.

થોડા દિવસ પહેલા કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ સોનાની દાણચારી કરતાં પકડાઈ હતી. તેની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ ધરપકડ કરી. હતી. રાન્યાએ શરીર, જાંઘ અને કમર પર ટેપ લગાવી પોતાના કપડા અને જેકેટની અંદર સોનું છુપાવી દાણચોરી કરી હતી. એક ટ્રિપમાંથી તે 13 લાખ કમાતી હતી. તેણે ગયા વર્ષે 30 વખત દુબઈની ટ્રિપ મારતા તે ડીઆરઆઇની નજરમાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button