આમચી મુંબઈ

ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણથી ચાર મજૂરનાં મોત: બે કોન્ટ્રેક્ટરની ધરપકડ…

મુંબઈ: દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણથી ચાર મજૂરના થયેલાં મૃત્યુ પ્રકરણે જે. જે. માર્ગ પોલીસે સોમવારે બે લેબર કોન્ટ્રેક્ટરની ધરપકડ કરી હતી.

Also read : Viral Video: ચાલતી ટ્રેનમાં ઉતરવાના કિસ્સામાં મહિલાએ ગુમાવ્યું સંતુલન, પોલીસે બચાવ્યો જીવ

નાગપાડાના ડિમટિમકર રોડ પર બિસ્મિલ્લાહ સ્પેસ બિલ્ડિંગમાં રવિવારે બપોરે આ ઘટના બની હતી. આ ઇમારતની પાણીની ટાંકીમાં બપોરે પાંચ મજૂર સફાઇ માટે ઊતર્યા હતા અને બાદમાં તેઓ બેભાન થઇ ગયા હતા. પાંચેય જણને ટાંકીમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક નજીકની જે. જે. હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ચાર જણને તપાસીને મૃત જાહેર કરાયા હતા.

મૃતકોની ઓળખ હસીબુલ શેખ, રાજા શેખ, જિયાવલ શેખ અને ઇમાનદાર શેખ તરીકે થઇ હતી, જ્યારે ભૂતાન શેખને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટના બાદ જે. જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં મોડી રાતે બે લેબર કોન્ટ્રેક્ટર અબ્દુલ દાલિમ શેખ અને અનિમેશ બિશ્ર્વાસ તેમ જ જવાબદાર અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Also read : મુંબઈના નાગપાડામાં મોટી દુર્ઘટનાઃ ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર મજૂરનાં મોત

દરમિયાન બંને કોન્ટ્રેક્ટ અબ્દુલ દાલિમ અને અનિમેશની તેમના કામમાં ચૂક હોવાનું તપાસમાં જણાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button