છોટા ઉદેપુર

અંધશ્રદ્ધાએ હદ વટાવીઃ છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના નામે ભુવાએ બાળકીની કરી હત્યા

છોટા ઉદેપુર: આજના વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં પણ અંધશ્રદ્ધાનાં બનાવોમાં વધારો જ થતો રહે છે ત્યારે છોટા ઉદેપુરમાં ચોંકાવનારી ઘટના બની છે. છોટા ઉદેપુરમાં એક ભુવાએ તાંત્રિક વિધિના નામે એક બાળકીની હત્યા કરી દીધી છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બોડેલી તાલુકા પંચાતયના પ્રમુખનાં જ ગામમાં બની હોય તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બોડેલીના પાણેજમાં નરબલિની ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં નરબલિની ઘટના ઘટી છે. લાલુ તડવી નામના ભૂવા દ્વારા પાંચ વર્ષની બાળકીની બલિ ચઢાવ્યો હતો. બાળકી બહાર આંગણામાં રમી રહી ત્યારે ભુવો તેને ઘરમાં બનાવેલા મંદિરમાં લઈ ગયો હતો અને અંદર મંદિરનાં પગથિયે જ બાળકીને ગળાનાં ભાગે કુહાડીનાં ઘા મારીને હત્યા કરી દીધી હતી.

આપણ વાંચો: Morbi માં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી, આરોપી પાસેથી 4.66 લાખનો મુદામાલ જપ્ત

ભુવાએ બાળકીની હત્યા કર્યા બાદ તેનું લોહી મંદિરનાં પગથિયે ચઢાવ્યુ હતુ. આ બનાવ અંગે પોલીસે ભુવા લાલુ તડવીની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો દાખલ કરી મામલાની વધુ તપાસ હાથ ધરી છે. બાળકીની માતા કપડાં ધોઈ રહી હોય તે દરમિયાન ભૂવો ત્યાં આવ્યો હતો અને બાળકીને ઉપાડીને લઈ ગયો હતો અને બાળકીની માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી પરંતુ ભુવાનાં હાથમાં કુહાડી હોવાથી કોઇ કઈ કરી શક્યું નહીં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button