Champions Trophy 2025

ભારતીય ક્રિકેટરોને ટ્રોફી-મેડલ્સ આપવા માટેના મંચ પર પાકિસ્તાનના પ્રતિનિધિઓ કેમ નહોતા?

પીસીબીના હોદ્દેદારની ગેરહાજરી બદલ અકરમ સ્તબ્ધ અને શોએબ અખ્તર ગુસ્સામાં

દુબઈઃ રવિવારે ભારતના ચૅમ્પિયનપદ સાથે પૂરી થયેલી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી બાદ ટ્રોફી-મેડલ્સ તથા ઇનામોના વિતરણ સમારોહમાં આ સ્પર્ધાના મુખ્ય યજમાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના પ્રતિનિધિઓ કેમ હાજર નહોતા એના પર ઘણા કલાકોથી વિવાદ ચાલી રહ્યો હતો, પણ સ્પર્ધાના આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તરફથી જે ખુલાસાઓ કરવામાં આવ્યા છે એના પરથી સ્પષ્ટ થયું છે કે પીસીબીના ટોચના હોદ્દેદારોએ જ આ સમારંભમાં હાજરી આપવાનું ટાળ્યું હતું.

પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટ્રોફીનું મુખ્ય યજમાન હોવા છતાં એણે ભારત સામેની પછડાટ ખાધા બાદ લીગ રાઉન્ડમાં જ સ્પર્ધાની બહાર થઈ જવું પડ્યું હતું. ભારત જો ફાઇનલમાં ન પહોંચ્યું હોત તો એ નિર્ણાયક મૅચ 1,800 કરોડ રૂપિયાના ખર્ચે નવેસરથી બનાવવામાં આવેલા લાહોરમાં ગદાફી સ્ટેડિયમના મેદાન પર રમાવાની હતી. જોકે ભારત ફાઇનલમાં પહોંચ્યું એટલે અગાઉ નક્કી થયા મુજબ એ ફાઇનલ દુબઈમાં જ રમાઈ એટલે પાકિસ્તાનને પેટમાં દુખ્યું.

આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ

ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ વસીમ અકરમ અને શોએબ અખ્તરે સોશિયલ મીડિયામાં નિવેદનો આપ્યા છે.
સામાન્ય રીતે જે પણ ટીમ ચૅમ્પિયન બને એને ટ્રોફી, મેડલ્સ અને રોકડ ઇનામોના ચેક સુપરત કરવા માટે યજમાન દેશના ટોચના ક્રિકેટ હોદ્દેદારો મંચ પર આવતા જ હોય છે.

જોકે ભારતે ટાઇટલ જીતી લીધું એટલે ભારતીય ખેલાડીઓને ટ્રોફી સહિતની ચીજો આપવાનો સમય આવ્યો એટલે દુશ્મનદેશ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના ટોચના હોદ્દેદારો દુબઈના મેદાન પર મંચની આસપાસ ઉપલબ્ધ નહોતા થયા એટલે આઇસીસીએ યોજના બદલી નાખવી પડી હતી.

ભારતીય ખેલાડીઓને સફેદ બ્લેઝર તેમ જ મેડલ બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી દેવાજિત સૈકિયાએ સોંપ્યા હતા, જ્યારે ટીમ ઇન્ડિયાને ટ્રોફી આઇસીસીના યંગેસ્ટ ચૅરમૅન જય શાહે સુપરત કરી હતી. રનર-અપ ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડના સીઇઓ રોજર ટવૂઝને પણ મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની હાર બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા ભંગારના વ્યાવસાયિકની ધરપકડ…

એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ આઇસીસીના એક પ્રતિનિધિએ બધી સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આઇસીસીએ પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીને ઇનામ વિતરણ સમારોહમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ ઉપલબ્ધ નહોતા. ખરેખર તો તેઓ દુબઈ જ નહોતા આવ્યા.

યજમાન પીસીબીના માત્ર હોદ્દેદારોને જ આ સમારોહમાં આવવાની પરવાનગી હતી, પરંતુ સમારોહ વખતે તેમનામાંથી એક પણ વ્યક્તિ દુબઈમાં જ નહોતી. એકંદરે, પીસીબીમાંથી એક પણ હોદ્દેદાર હાજર નહોતો. પીસીબી મુખ્ય યજમાન હતું એટલે એના હોદ્દેદારો સમારંભમાં હોવા જ જોઈતા હતા.

' પીટીઆઇના અહેવાલ મુજબ પીસીબીનો એવો દાવો છે કે એના સીઇઓ તેમ જ આ ટૂર્નામેન્ટના ડિરેકટર સુમૈર અહમદ ઇનામ વિતરણ સમારંભમાં ઉપલબ્ધ હતા, પરંતુ તેમને અવગણવામાં આવ્યા હતા. પીસીબી આ વિષયમાં આઇસીસી પાસે ખુલાસો માગશે કે શા માટે એમના સીઇઓને મંચ પર નહોતા બોલાવવામાં આવ્યા.

એક આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર આઇસીસીથી કંઈક ગેરસમજ થઈ જેને કારણે પીસીબીના પ્રતિનિધિઓ ફાઇનલ પછી ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરનાર આઇસીસીની સમિતિનો યોગ્ય રીતે સંપર્ક નહોતા કરી શક્યા.

વસીમ અકરમે કહ્યું હતું કેમને જાણવા મળ્યું હતું કે ચૅરમૅન સાબ (પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવી)ની તબિયત સારી નહોતી. જોકે પીસીબીમાંથી સીઇઓ સુમૈર અહમદ તથા બીજી હોદ્દેદાર ઉસમાન વાહલા સમારોહમાં હતા, પરંતુ તેઓ સ્ટેજ પર નહોતા જોવા મળ્યા.

અહીં હું શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો. પાકિસ્તાનના કોઈ પણ પ્રતિનિધિ મંચ પર નહોતા. કોઈને કોઈ તો હોવું જ જોઈતું હતું. ભલે તેમના હાથે કપ કે મેડલ એનાયત ન કરવામાં આવે, પરંતુ મંચ પર તેમની હાજરી જરૂરી હતી.

' શોએબ અખ્તરે ક્રોધિત હાલતમાં જણાવ્યું હતું કેમને નવાઈ લાગે છે, કેમ પીસીબીએ ફાઇનલ પછીની ક્લોઝિંગ સેરેમની કેમ કોઈ પ્રતિનિધિત્વને નહોતા મોકલ્યા? પાકિસ્તાન આ સ્પર્ધાનું મુખ્ય યજમાન હતું અને એના જ કોઈ હોદ્દેદાર મંચ પર નહોતા! આવું બન્યું જ શા માટે? આ સ્થિતિ મારા માટે ખૂબ શરમજનક હતી.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button