ધનશ્રીને ભૂલી યુઝવેન્દ્ર ચહલના જીવનમાં કોણ આવી મિસ્ટરી ગર્લ?

દુબઈઃ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના અનેક ક્રિકેટર દુબઈ પહોંચ્યા છે, ત્યારે બોલીવુડના જાણીતા કલાકારે મેચના અંતમાં સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો.
બોલીવુડના કલાકાર વિવેક ઓબેરોય સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો, જ્યારે તેના પર કેમેરો ગયો ત્યારે પૂર્વ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ જોવા મળ્યો હતો. સૌથી મજાની વાત એ હતી ચહલ ધનશ્રી વર્માને ભૂલીને તેની મિસ્ટ્રી ગર્લ સાથે ભારતની જીતના સાક્ષી બન્યા હતા.
તાજેતરમાં ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા આપ્યા પછી પહેલી વાર જાહેરમાં યુઝવેન્દ્ર ચહલ જોવા મળ્યો છે. ભારત અને ન્યૂ ઝીલેન્ડની મેચમાં ચહલની સાથે એક યુવતી જોવા મળી હતી અને કેમેરાએ પણ બંને કેમેરામાં કેદ કર્યા હતા.
આપણ વાંચો: આજથી પતિ-પત્ની નથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા, પોસ્ટ શેર કરી કહ્યું કે…
ધનશ્રી સાથે અલગ થયા પછી યુઝવેન્દ્ર ચહલ આર જે મહવશ સાથે જોવા મળ્યો હતો, જ્યારે આગળની સીટ પર બેઠેલા અભિનેતા વિવેક ઓબેરોયઍ પણ તેમને જોતા કેમેરામેનનું ધ્યાન ખેંચ્યું હતું. લોકોએ પણ બંનેને સાથે જોતા અલગ અલગ તર્ક વિતર્ક કર્યાં હતા. આ બંને લોકો એકબીજાને ડેટ કરતા હોવાની અટકળો વહેતી થઈ હતી.
સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાયરલ થયા પછી એક યુઝરે લખ્યું હતું કે જુઓ યુઝવેન્દ્રની નવી ગર્લફ્રેન્ડ તો બીજાએ લખ્યું હતું કે ચહલ જોવા મળ્યો મિસ્ટરી ગર્લ સાથે. અહીં જણાવવાનું કે ચહલ અને ધનશ્રી વર્મા એકબીજાથી છુટા પડ્યા પહેલા અને પછી મહવશ સાથે જોવા મળ્યા હતા પણ બંને એ આ બાબતે મૌન સેવી રાખ્યું છે.