સ્પોર્ટસ

સૂર્યકુમારને નવું ટૅટૂ બનાવડાવવું છે, પણ પત્ની દેવિશાએ શરત મૂકી છે કે…

મુંબઈઃ ભારતની ટી-20 ટીમના સફળ કૅપ્ટન સૂર્યકુમાર યાદવને વર્ષોથી શરીર પર ટૅટૂ ચિતરાવવાનો ભારે શોખ છે, પરંતુ 2024માં ટી-20 વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં બાઉન્ડરી લાઇનની આર-પાર જઈને ડેવિડ મિલરનો મૅચ-વિનિંગ કૅચ ઝડપ્યો ત્યાર બાદ તેણે પોતાના શરીર પર વધુ એક ટૅટૂ બનાવવા દેવાની છૂટ આપવા પત્ની દેવિશાને વિનંતી કરી ત્યારે દેવિશાએ તેને એવું કહી દીધું હતું કે બસ, હમણાં બહુ થયું. હવે 2026ના ટી-20 વર્લ્ડ કપમાં કંઈક ખાસ કરજે ત્યારે બનાવડાવજે.’ સૂર્યકુમારે ખાસ કરીને પીઠ અને ખભા પર ટૅટૂ ચિતરાવ્યા છે. તેના શરીર પર નાના-મોટા કુલ 20 ટૅટૂ છે.

સૂર્યાએ આજે એક જાણીતા દૈનિકની ઇવેન્ટમાં પોતાના શરીર પરના ટૅટૂને લગતી ચર્ચા દરમ્યાન હસતાં કહ્યું હતું કેમારી પત્ની થોડા સમયથી મને એક પણ નવું ટૅટૂ નથી બનાવવા દેતી. તેણે મારી સામે શરત મૂકી છે કે 2026ના વર્લ્ડ કપમાં કંઈક વિશેષ સિદ્ધિ મેળવજે ત્યારે નવું બનાવડાવજે.’

આ પણ વાંચો: દુબઈમાં સૂર્યકુમારે પોતે જ પાકિસ્તાની મહિલાને સેલ્ફી લઈ આપી!

તમારી બૉડી પરના ટૅટૂની સંખ્યામાં વધારો થયો કે નહીં? એવા સવાલના જવાબમાં તેણે કહ્યું, `હું પરણેલો છું અને પત્ની દેવિશા મને નવા ટૅટૂ માટે પરવાનગી નથી દેતી. 2024ના ટી-20 વર્લ્ડ કપમાં ભારત ચૅમ્પિયન બન્યું ત્યારે મેં તેને વિનંતી કરી હતી કે હાથ પર એક નાનું ટૅટૂ બનાવડાવું? તેણે મને ચોખ્ખી ના પાડી દીધી હતી.’

સૂર્યા 34 વર્ષનો છે. 2014માં આઇપીએલની પહેલાં તેણે ખભા પર માતા-પિતાનું ટૅટૂ બનાવડાવ્યું હતું. સૂર્યાએ હાર્ટ પર પત્ની દેવિશાનું ટૅટૂ છે.

સૂર્યા-દેવિશાએ 2011ની સાલમાં ડેટિંગ શરૂ કર્યું હતું અને 2016માં લગ્ન કરી લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button