આજનું રાશિફળ (09-03-25): રવિવારનો દિવસ આ રાશિના જાતકો માટે રહેશે આનંદદાયક, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે તમારે તમારા વાણી અને વર્તન બંને પર નિયંત્રણ રાખવું પડશે. બિનજરૂરી વાદ-વિવાદમાં પડવાથી બચો, નહીં તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. નોકરી કરી લોકોને આજે કોઈ મોટી તક મળી શકે છે, જવાબદારીઓ મળી શકે છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ ડહોળનારો રહેવાનો છે. આજે તમારી ધીરજ ખૂટી પડશે, પણ તમારે સંયમ જાળવી રાખવું પડશે. નોકરીમાં આજે સહકર્મચારી અને ઉપરી અધિકારી સાથે હળીમળીને રહેશો તો તમારા માાટે સારું રહેશે. પ્રગતિના નવા નવા મોકા મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે સારો રહેવાનો છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીથી આગળ વધવાનો રહેશે. આજે તમારા આત્મવિશ્વાસમાં કમી આવશે. કામના સ્થળે આજે તમને આગળ વધવાના નવા નવા રસ્તાઓ મળશે. રાજકારણમાં હાથ અજમાવી રહેલાં લોકો માટે પણ આ સમયગાળો સારો રહેશે. બૌદ્ધિક ક્ષમતાને કારણે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક તાણમાંથી મુક્તિ મળી રહી છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને સૌમ્યતા જાળવી રાખવાનો રહેશે. માતા-પિતા તરફથી આજે સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. આર્થિક દ્રષ્ટિએ પણ આજનો દિવસ સારો રહેવાનો છે. વેપાર કરી રહેલાં લોકોને પણ આજે સારો એવો ફાયદો થઈ રહ્યો છે. કામકાજના સિલસિલામાં તમારે પ્રવાસ પર જવું પડી શકે છે. આજે પરિશ્રમ કરવા માટે દિવસ સારો રહેશે. આજે ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મન પ્રસન્ન રહેશે. આજે તમારે તમારા વાણી-વર્તન પર ખાસ ધ્યાન આપવું પડશે. આજે તમારે તમારી આસપાસના લોકોથી ખાસ સાવધાની રાખવી પડશે. કામના સ્થળે આજે તમારે સહકર્મચારીઓથી સાવધ રહેવું પડશે, નહીં તો તેઓ નુકસાન પહોંચાડી શકે છે. આવકના નવા નવા સ્રોત વધી રહ્યા છે, જેને કારણે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મન પ્રફુલ્લિત કરનારો રહેશે, પણ તમારે ધીરજ જાળવી રાખવાનો રહેશે. વાતચીત કરતી વખતે આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો કોઈને તમારી વાતનું ખોટું લાગી શકે છે. ઘર-પરિવાર માટે આજે તમારે સમય કાઢવો પડશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો. આજે તમને કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરવો પડશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મન પરેશાન કરનારો રહેશે. આજે તમારે તમારું આત્મસંયમ જાળવીને રાખવાનો છે. આજે વિના કારણ ગુસ્સો કરવાથી બચવું પડશે. પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. આજે તમારે પરિવારની સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન આપવું પડશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્ર માટે આજે તમારે પૈસાની વ્યવસ્થા કરવી પડશે.

આજે વિના કારણ કોઈ પર પણ ક્રોધ કરવાથી બચવું પડશે, નહીં તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો. વાણીમાં રહેલી મિઠાશથી જ તમે આજે તમારા અટકી પડેલાં કામ પૂરા કરી શકો છો. આજે તમારે તમારી લાગણીઓને કાબુમાં રાખવું પડશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો પાછા મળી શકે છે. આજે કોઈને કોઈ પણ વચન આપતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આપવું પડશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચઢાવ આવી શકે છે, પણ તમારે ધીરજથી કામ લેવું પડશે. આજે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો. આવક વધી શકે છે, પણ તમારે બચત અંગે પણ વિચાર કરવો પડી શકે છે. કામના સ્થળે આજે ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે અને તમને પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે. આજે તમારા અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રસન્નતા અને ખુશી લઈને આવશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લઈને આવશે. નોકરીમાં આજે તમને પ્રમોશન વગેરે મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કામના સ્થળે આજે તમારે મન પ્રમાણેનું કામ મળી શકે છે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યઘ્ર રહેશે. આત્મવિશ્વાસમાં કમી આવશે. નોકરી કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સાથ-સહકારથી આગળ વધવાનો રહેશે, નહીં તો તમને મુશ્કેલી પડી શકે છે. પારિવારિક જીવનમાં સુખ-સુવિધામાં વૃદ્ધિ લાવનારો રહેશે. કુંવારા લોકો માટે આજનો દિવસ ખુશ ખબરી લઈને આવશે. સંતાનો આજે તમારા અપેક્ષા પર ખરા ઉતરશે, જેને કારણે તમારું મન પ્રસન્ન થશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આશા-નિરાશાની વચ્ચે ઝોલા ખાનારો રહેશે. પરિવારનો સાથ-સહકાર મળી રહ્યો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે થોડો સજાગ રહેવાનો રહેશે. નોકરીમાં પ્રગિતની થતાં આજે વિદેશ યાત્રા પર જવાના ચાન્સીસ છે. આજે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. મિત્રો સાથે આજે આનંદમાં સમય પસાર કરશો. વાહન ચલાવતી વખતે આજે ખાસ કાળજી રાખવી પડશે.
આપણ વાંચો: બની રહ્યો છે પંચગ્રહી યોગ, આ ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…