અમદાવાદ

Ahmedabad માં એટીએમ કાર્ડની હેરફેર કરી લૂંટ ચલાવતી ગેંગના બે આરોપીઓની ધરપકડ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરના ઇસનપુરમાં એક વ્યક્તિના એટીએમ કાર્ડની હેરફેર કરીને 80,000 રૂપિયાની લૂંટ ચલાવનાર ગેંગના બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

જેમાં ઘટનાની વિગત મુજબ ઈસનપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન રાજેશકુમાર અંબાલાલ કાછિયા ગોવિંદવાડી ખાતે આવેલ એક્સિસ બેન્કના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા.ત્યારે અજાણ્યા વ્યક્તિએ તેમને એટીએમમાં ખરાબી હોવાનું જણાવીને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પિન નંબર જાણી લઇને એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું.

અલગ અલગ એટીએમમાંથી 80,000 રૂપિયા ઉપાડી લીધા

જ્યારે તેની બાદ તે દિવસે અને બીજા દિવસે જુદા જુદા એટીએમ ખાતે જઈ, કુલ રૂપિયા 80,000 ઉપાડી લીધા હતા. જેની જાણ રાજેશકુમાર અંબાલાલ કાછિયાએ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેની બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.

કુલ 23 એ.ટી.એમ. કાર્ડ પણ મળ્યા

જેની બાદ પોલીસે અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ સીસીટીવી આધારે તથા બાતમીદાર થી મળેલ માહિતી આધારે આરોપીઓ નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાટ ની ધરપકડ કરી હતી.

આપણ વાંચો: 2 કરોડ રોકડા ભરેલી વાન લઇને ચોર છુમંતર! ડ્રાઇવર અને ગાર્ડ ચા પીવા ઉતર્યા અને ખેલ થઇ ગયો..

આ આરોપીઓ પાસેથી ચોરી કરેલ મુદામાલ રોકડ રૂ. 80,000 કબ્જે કરવા તજવીજ કરવામાં આવેલ છે. આ આરોપી પાસેથી બીજી અલગ અલગ બેંકના કુલ 23 એ.ટી.એમ. કાર્ડ પણ મળ્યા છે. જેથી એ.ટી.એમ. કાર્ડ આધારે કાર્ડ કોના છે અને ક્યાંથી લાવેલ છે ? જે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.

કુલ આઠ જેટલા ગુનામાં સંડોવણી

જ્યારે પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ નાગજી રબારી અને શૈલેષ સલાટની પૂછપરછ કરવામાં આવતા, બંને બાજુબાજુના ગામમાં રહેતા હોય એકબીજાને ઓળખે છે. જેમાં આરોપી નાગજી રબારી મુખ્ય સૂત્રધાર છે.

જે ભૂતકાળમાં સને 2014 થી 2022 દરમિયાન એટીએમ બદલાવીને ચોરી/છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડીથી અમદાવાદ શહેરના શહેરકોટડા, મેઘાણીનગર, વસ્ત્રાપુર, સોલા પોલીસ સ્ટેશન ખાતે ચાર ગુનાઓમાં, ગાંધીનગર જિલ્લાના કલોલ અને સેક્ટર 21 પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ગુનાઓમાં અને મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુના મળી, કુલ આઠ જેટલાગુનાઓમાં પકડાયેલ આંતરજીલ્લા ગુનેગાર છે.

ઓછી જાણકારી હોય તેવા લોકોને જ ટાર્ગેટ કરતા

જ્યારે આરોપી નાગજી રબારી સને 2022 ની સાલમાં સોલા હાઈકોર્ટ ખાતે પાસા ધારા હેઠળ ભુજ જેલ ખાતે જેલની હવા પણ ખાઇ ચૂકેલ હોવાનું પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા જાણવા મળેલ હતું.

આરોપી નાગજી રબારી સામાન્ય રીતે મોટી ઉંમરના માણસો અને ગામડાના હોય એવા વ્યક્તિઓ કે જેઓ એટીએમ નો ઉપયોગ કરવાની ઓછી જાણકારી હોય, તેવા લોકો ને જ ટાર્ગેટ કરતા હોવાની વિગતો જાણવા મળેલ છે.

ઈસનપુર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા અને બાતમી આધારે આંતર જિલ્લા એટીએમ બદલાવી, ચોરી કરતી ચોર ગેંગના બે આરોપીઓને પકડી પાડી, કુલ 03 ચોરી/છેતરપિંડીના ગુન્હાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે. ઈસનપુર પોલીસ સઘન પૂછપરછ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button