ગુડ ન્યૂઝ! ભારતે પાકિસ્તાન સામેના વિજયવાળી જ પિચ પર હવે ન્યૂ ઝીલૅન્ડ સામે રમવાનું છે?
ફાઇનલ પહેલાં કિવી કૅપ્ટન સૅન્ટનરનું મહત્ત્વનું નિવેદનઃ ભારતના ચાર સામે ન્યૂ ઝીલૅન્ડના પાંચ સ્પિનર?

દુબઈઃ આવતી કાલે અહીં દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમના મેદાન પર (ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યાથી) ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રોફીની જે ફાઇનલ રમાવાની છે એ કોઈ નવી પિચ પર નહીં, પણ 23મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે ભારતની જે હાઈ-વૉલ્ટેજ મૅચ રમાઈ હતી એ જ પિચ પર રમાશે એવા અહેવાલો મળી રહ્યા છે.
કિવી કૅપ્ટન મિચલ સૅન્ટનરે ફાઇનલની પૂર્વ સંધ્યાએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. બીજી બાજુ એવું પણ જાણવા મળ્યું છે કે ભારતના ચાર સ્પિનર (અક્ષર, વરુણ, જાડેજા, કુલદીપ) સામે ન્યૂ ઝીલૅન્ડ પાસે પણ ચાર સ્પિનર (મિચલ સૅન્ટનર, રચિન રવીન્દ્ર, માઇકલ બ્રેસવેલ, ગ્લેન ફિલિપ્સ) છે.
આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
જોકે કેન વિલિયમસન પણ કાંડાની કરામતથી 70 જેટલી ઇન્ટરનૅશનલ વિકેટ લઈ ચૂક્યો છે અને ન્યૂ ઝીલૅન્ડ પાસે સ્પિન-ઑલરાઉન્ડર માર્ક ચૅપમૅન પણ છે. એ જોતાં કિવીઓ કદાચ પાંચ સ્પિનરનું આક્રમણ કરે તો નવાઈ નહીં.
23મીએ દુબઈમાં પાકિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી જેના પર મોહમ્મદ રિઝવાન ઍન્ડ કંપનીએ 49.4 ઓવરમાં 241 રન બનાવ્યા હતા. ભારતે વિરાટ કોહલીના અણનમ 100 રન, શ્રેયસ ઐયરના 56 રન અને શુભમન ગિલના 46 રનની મદદથી 42.3 ઓવરમાં ચાર વિકેટે 244 રન બનાવીને એ મહા મુકાબલો 45 બૉલ અને છ વિકેટ બાકી રાખીને જીતી લીધો હતો.
એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ ભારત-પાકિસ્તાન મૅચ જેના પર રમાઈ એ જ પિચ પર રવિવારે ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ટક્કર થશે. આ પિચ સ્લો હોવાથી એના પર સ્પિનરોને વધુ ફાયદો થશે.
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની હાર બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા ભંગારના વ્યાવસાયિકની ધરપકડ…
દુબઈના મેદાન પર કુલ 10 પિચ છે અને મૅથ્યૂ સેન્ડરી નામના પિચ ક્યુરેટર આ તમામ પિચ તેમ જ આઉટફીલ્ડ રમવાની સ્થિતિમાં રાખવાનું કામ સંભાળે છે.
રવિવારની ફાઇનલ દુબઈના 10માંની સેન્ટર વિકેટ પર રમાશે.
અન્ય એક અહેવાલ જણાવે છે કે અમિરાત ક્રિકેટ બોર્ડની નીતિ એવી છે જેમાં દરેક પિચ પર બે અઠવાડિયા સુધી કોઈ જ મૅચ નથી રમાતી તેમ જ ખેલાડીઓને પ્રૅક્ટિસ પણ એ પિચ પર નથી કરવા મળતી.' દરમ્યાન, દુબઈની પિચ વિશે ન્યૂ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરનું મોટું નિવેદન બહાર આવ્યું છે.
છેલ્લા થોડા દિવસો દરમ્યાન ઘણા ક્રિકેટ પંડિતો અને ભૂતપૂર્વ ખેલાડીઓ કહી ગયા છે કે એક જ સ્થળે (દુબઈમાં) રમવાનો ભારતીય ટીમને ઘણો લાભ મળ્યો છે. જોકે રવિચન્દ્રન અશ્વિન સહિત કેટલાક ભારતીય ક્રિકેટ-લેજન્ડે જવાબમાં કહ્યું છે કે કઈ ટીમ કઈ પિચ પર કેવું રમે છે એના પર મૅચના પરિણામનો આધાર હોય છે.
સૅન્ટનરે કહ્યું છે કે
ભારતીય ટીમ તમામ મૅચો દુબઈના મેદાન પર રમી હોવાથી એની પિચ વિશે વધુ સારી જાણકારી ધરાવતી હશે. ટીમ ઇન્ડિયા આ સ્લો પિચથી વધુ વાકેફ છે. જોકે અમારી ટીમ આ જ પિચ પર થનારા સંઘર્ષનો સામનો કરવા પૂરેપૂરી તૈયાર છે. અમને લાહોરમાં જે પિચ મળી હતી એના કરતાં આ પિચ વધુ ધીમી લાગે છે.’