નેશનલ

ટેરિફ મુદ્દે ભારતના ‘વલણ’ની કોંગ્રેસે કરી ટીકા, પીએમ મોદીને વખાણ સાંભળવા ગમે છે પણ…

નવી દિલ્હી: ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં લેવાયેલા ટેરિફનાં નિર્ણય મુદ્દે ભારતનાં અત્યાર સુધીનાં વલણ પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે “વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર પોતાના વખાણ સાંભળવા માંગે છે અને તેમને ટેરિફની ચિંતા નથી. તેમણે પૂછ્યું કે ટેરિફ અંગે અમેરિકાની ‘ધમકી’ સામે વડા પ્રધાન મોદી હવે પોતાની 56 ઇંચની છાતી કેમ નથી બતાવી રહ્યા?

આ પણ વાંચો: ભારતના નિકાસકારો અમેરિકાના ટેરિફથી બચી શકશે? જાણો નિર્મલા સીતારમને શું કહ્યું

માત્ર વખાણ સાંભળવા માંગે છે

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે શુક્રવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર પોતાના વખાણ સાંભળવા માંગે છે અને તેમને ટેરિફની કોઈ ચિંતા નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે શરૂ કરેલ ટેરિફ વોર મુદ્દે વાત કરતા તેમણે કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા તેમણે એમ પણ પ્રશ્ન કર્યો હતો કે અમેરિકાની ધમકીના જવાબમાં વડા પ્રધાન મોદી પોતાની 56 ઇંચની છાતી કેમ નથી બતાવી રહ્યા?

એસ જયશંકરની ભાષા અમેરિકાના પ્રવક્તાની

જયરામ રમેશે કહ્યું કે ટ્રમ્પની ટેરિફની જાહેરાત અને અમેરિકાની ધમકીનો જવાબ આપવા માટે ભારતે પક્ષની ભાવનાથી ઉપર ઉઠીને સામૂહિક સંકલ્પ બતાવવાની જરૂર છે. તેમણે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન મોદી આવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જવાબ આપતા નથી અને જ્યારે વિદેશ પ્રધાન એસ જયશંકર બોલે છે ત્યારે તેઓ અમેરિકાના “પ્રવક્તા અને રાજદૂત”ની જેમ બોલે છે.

શું કરી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે પોતાની વાતનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું કે અમેરિકન વસ્તુઓ પર ટેરિફ લગાવનારા દેશોની સામે 2 એપ્રિલથી જવાબી ટેરિફ અમલમાં આવશે. ટ્રમ્પે કહ્યું, ભલે તે ભારત હોય કે ચીન કે કોઈ પણ દેશ… ભારત એક એવો દેશ છે જે ખૂબ ઊંચા ટેરિફ લાદે છે.” આ મામલે વાત કરતાં જયરામ રમેશે આ દાવો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button