સ્પોર્ટસ
વન-ડે વર્લ્ડકપ અગાઉ ભારતીય મહિલા ટીમ શ્રીલંકામાં રમશે ત્રિકોણીય સીરિઝ

કોલંબો: શ્રી લંકા ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે તે 27 એપ્રિલથી 11 મે દરમિયાન મહિલા વન-ડે ત્રિકોણીય સીરિઝનું આયોજન કરશે, જેમાં યજમાન દેશ અને અન્ય બે ટીમો ભારત અને દક્ષિણ આફ્રિકા હશે.
આ ત્રિકોણીય સીરિઝ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર મહિલા વન-ડે વર્લ્ડ કપની તૈયારી માટે મહત્વપૂર્ણ રહેશે. શ્રીલંકા બોર્ડે એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે ત્રણેય ટીમો ચાર-ચાર મેચ રમશે અને આ ટુર્નામેન્ટ અહીંના આર. પ્રેમદાસા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે.
આપણ વાંચો: રાજકોટમાં ભારતીય મહિલા ક્રિકેટર્સનો આયરલૅન્ડ સામે સતત 13મી વન-ડેમાં વિજય
આ ટુર્નામેન્ટની શરૂઆત ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચથી થશે. શ્રીલંકા બોર્ડે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, “દરેક ટીમ ચાર મેચ રમશે અને ટોચની બે ટીમ 11 મે, 2025ના રોજ ફાઇનલ રમવા માટે ક્વોલિફાય થશે.” ,
મહિલા વન-ડે ત્રિકોણીય સીરિઝનો કાર્યક્રમ
- 27 એપ્રિલ: ભારત વિરુદ્ધ શ્રીલંકા
- 29 એપ્રિલ: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
- 1 મે: શ્રીલંકા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
- 4 મે: ભારત વિરુદ્ધ શ્રીલંકા
- 6 મે: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
- 8 મે: શ્રીલંકા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
- 11 મે: ફાઇનલ