Uncategorized

PM મોદીનો નવસારીનો કાર્યક્રમ બનશે ‘ઐતિહાસિક’: તમામ જવાબદારી મહિલા અધિકારીઓનાં શિરે

અમદાવાદ: આઠમી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં નવસારીના વાંસી બોરસી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આશરે દોઢ લાખથી વધુ મહિલા ભાગ લેશે. ત્યારે આ કાર્યક્રમ ઘણો વિશિષ્ટ બની રહેશે છે, કારણ કે આ કાર્યક્રમમાં વડા પ્રધાનની સુરક્ષાની તમામ જવાબદારીઓ મહિલા પોલીસ અધિકારીઓને શિરે રહેવાની છે.

આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે, વડા પ્રધાનના કાર્યક્રમમાં લો અને ઓર્ડરથી લઈને સમગ્ર કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા સંભાળવામાં આવશે. હેલિપેડથી લઈને રૂટ, અને રૂટથી લઈને સભા સ્થળની સપૂર્ણ વ્યવસ્થાઓની ઉપર ગુજરાતના મહિલા પોલીસની ચાંપતી નજર રહેશે.

આપણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…

સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે કરશે. સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડી.વાય. એસ. પી., 5 મહિલા એસ. પી., 1 મહિલા ડી. આઇ. જી. અને 1 મહિલા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામાં આવશે અને તેઓ જ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળશે.

આ રીતે ભારતનો ‘ઐતિહાસિક’ કાર્યક્રમ

કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ભારતનો આ સૌપ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ બનશે, જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા વડા પ્રધાનની સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત સાંભળવામાં આવશે. બીજી તરફ પુરુષ પોલીસ અધિકારી- કર્મચારીઓ માત્ર પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ જેવી જગ્યાએ રહેશે. મુખ્ય કાર્યક્રમ સહિત અન્ય તમામ સ્થળો પર મહિલા પોલીસ અધિકારીઓ ફરજ બજાવશે, એમ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button