આમચી મુંબઈ

સન્માનઃ મધ્ય રેલવેએ બે ‘વોર હીરો’ના નામ લોકોમોટિવને આપ્યા

મુંબઈઃ રેલવે ઇલેક્ટ્રિફિકેશનની શતાબ્દી નિમિત્તે મધ્ય રેલવેએ બે પ્રતિષ્ઠિત વોર હીરો (યુદ્ધ નાયકો)ના નામ તેમની હયાતીમાં જ બે લોકોમોટિવને આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.

શૌર્ય ચક્રથી પુરસ્કૃત સુબેદાર મેજર શિવાજી કૃષ્ણ ઘાડગે અશોક ચક્રથી સન્માનિત મેજર જનરલ સાયરસ એ. પીઠાવાલાના નામ પરથી બે લોકોમોટિવના નામ રાખવામાં આવ્યા હતા અને ભુસાવલના દેવલાલી સ્ટેશન ખાતેથી બુધવારે તેને લીલીઝંડી આપવામાં આવી હતી.

આપણ વાંચો: મધ્ય રેલવેમાં આજ રાતથી શરુ થશે બે વિશેષ નાઈટ બ્લોક, જાણી લો મહત્ત્વની માહિતી

આ લોકોમોટિવ્સ ભારતના યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપતા કાયમ ઊભા છે અને તે તેમની સેવા માટે રાષ્ટ્રીય કૃતજ્ઞતાનું પ્રતીક છે, એમ ભારતીય લશ્કરી દળના રેજિમેન્ટ ઓફ આર્ટિલેરીના લેફ્ટેનન્સ જનરલ નવનીત સિંહ સરનાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમ અંગે મધ્ય રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

સુબેદાર મેજર શિવાજી કૃષ્ણ ઘાડગેએ 17મી મે, 2001ના જમ્મુ-કાશ્મીરમાં પાંચ આતંકવાદીને ઠાર માર્યા હતા, જ્યારે મેજર જનરલ સાયરસ એ. પીઠાવાલાએ છઠ્ઠી જુલાઇ, 1981ના મણિપુરમાં એક ટોચના બળવાખોરને જીવતો પકડી પાડ્યો હતો, એમ એક રિલીઝમાં જણાવાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button