મહારાષ્ટ્ર

જામીન પર છૂટી ‘બાપ તો બાપ રહેગા’ મેસેજ સાથેની રીલ વાયરલ કરનારો ફરી જેલમાં!

નાગપુર: નાગપુરના રીઢા આરોપીને જેલમાંથી બહાર આવી શેખી હાંકવાનું ભારે પડી ગયું હતું. એમસીઓસીએ હેઠળના એક કેસમાં જામીન પર છૂટ્યા પછી ઈન્સ્ટાગ્રામ પર ‘બાપ તો બાપ રહેગા’ મેસેજવાળી રીલ પોસ્ટ કરનારા આરોપીને પોલીસે ફરી જેલભેગો કરી દીધો હતો.

સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સુમિત ઠાકુર તરીકે થઈ હતી. અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા ઠાકુર વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) પણ લગાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી તે જેલમાં બંધ હતો અને તાજેતરમાં જ જામીન પર છૂટ્યો હતો.

આ પણ વાંચો: રીલ બનાવતાં બનાવતાં કિશોર અચાનક રેલવે ટ્રેક પર જઈને સૂઈ ગયો અને પછી જે થયું એ…

જેલમાંથી બહાર આવેલા ઠાકુરે ઈન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી. આ રીલ સાથે તેણે ‘વેલકમ ભાઈ, બાપ તો બાપ રહેગા’ એવો મેસેજ મૂક્યો હતો. આ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જેની પોલીસે નોંધ લીધી હતી.

પોતાનું વર્ચસ જમાવવાને ઇરાદે ઠાકુરે પોસ્ટ કરેલી આ રીલ બાદ નાગપુરની સાયબર પોલીસે મંગળવારે ગુનો નોંધ્યો હતો. ધરપકડ કરી ઠાકુરને ફરી લૉકઅપભેગો કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button