બમ બમ ભોલેઃ આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા
39 દિવસ સુધી યાત્રા ચાલશે, રક્ષાબંઘનના દિવસે થશે સંપન્ન

નવી દિલ્હીઃ બર્ફાની બાબાના દર્શન માટે જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. અમરનાથ યાત્રાનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી દર્શન કરી શકશે. રક્ષાબંધનના દિવસે યાત્રા સંપન્ન થશે. શ્રીમાતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન
અમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન કરી શકાશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ સહિ ત પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. ગત વર્ષે રજિસ્ટ્રેશન 17 એપ્રિલે શરૂ થયું હતું. આ વર્ષે રજિસ્ટ્રેશનને લઈ કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.
આપણ વાંચો: જમ્મુ કાશ્મીર આજે હાઇ એલર્ટ પર, અમરનાથ યાત્રા સ્થગિત, જાણો કારણ
અમરનાથ યાત્રાનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે. અમરનાથ ગુફામાં રચાતા શિવલિંગના દર્શન માટે દેશ-વિદેશમાંથી ભક્તો આવે છે. આ વખતે યાત્રામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે. ટ્રસ્ટ અને સરકાર તરફથી શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં લંગર લેવા, રોકાવાની વ્યવસ્થા તથા અન્ય સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવશે.
બે માર્ગથી થાય છે અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રા બે મુખ્ય માર્ગોથી થાય છે. પહલગામ માર્ગ – આ માર્ગ 48 કિમી લાંબો છે. યાત્રા કરવા માટે આસાન માનવામાં આવે છે. બીજો બાલટાલ માર્ગ છે. જે માત્ર 14 કિલોમીટરનો જ છે, પરંતુ કઠીન માર્ગ માનવામાં આવે છે.