US Tariff War: ચીને ડોનાલ્ડ ટ્રમ્પને આપી ચેતવણી, કહ્યું જો અમેરિકા યુદ્ધ ઈચ્છે છે તો પણ લડવા માટે તૈયાર

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી ટેરિફ વોર(US Tariff War)મુદ્દે અનેક દેશો પ્રતિક્રિયા આપી રહ્યા છે . જેમાં કેનેડાએ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને મૂર્ખતા પૂર્વક ગણાવ્યા બાદ હવે ચીને આક્રમક વલણ અપનાવ્યું છે. ચીને અમેરિકાના ટેરિફ લાદવાના નિણર્ય અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને સ્પષ્ટપણે કહ્યું કે જો અમેરિકાએ વેપાર યુદ્ધ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, તો તે પણ આ સંઘર્ષમાં મજબૂતીથી ઉભા રહીશું.
જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે તો અમે પણ તૈયાર
આ અંગે નિવેદન આપતા અમેરિકાના ચીનના દૂતાવાસે નિવેદનમાં કહ્યું, “જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, પછી ભલે તે ટેરિફ યુદ્ધ હોય કે વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈપણ પ્રકારનો આર્થિક મુકાબલો હોય, અમે તેના માટે સંપૂર્ણપણે તૈયાર છીએ અને અંત સુધી લડીશું. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ચીન ભારત અને અન્ય દેશો સામે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
આપણ વાંચો: ટેરિફ વોર: શું યુએસએ વધુ એક વાર ગ્રેટ ડિપ્રેશન’ તરફ ધકેલાશે?મહા મંદી’નું દૃશ્ય
જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકા દ્વારા ચીની આયાત પર ટેરિફ લાદવાને એક બહાનું ગણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે આપણા અધિકારો અને હિતોના રક્ષણ માટે પ્રભાવી પગલાં લેવા સંપૂર્ણપણે કાયદેસર અને જરૂરી છે.
તેમજ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા ફેન્ટાઇલ દવાના વિવાદ માટે ખુદ જવાબદાર છે. અમેરિકન લોકો પ્રત્યે સહાનુભૂતિ સાથે અમે આ મુદ્દાનો સામનો કરવામાં મદદ કરી છે. અમારા પ્રયાસોને બિરદાવવાને બદલે અમારી પર દોષનો ટોપલો ઢોળી દીધી છે.
અમેરિકા બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
અમેરિકા ટેરિફ વધારા સાથે ચીન પર દબાણ અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓ અમને મદદ કરવા બદલ અમને સજા આપી રહ્યા છે. આનાથી અમેરિકાની સમસ્યા હલ થશે નહીં અને અમારા માદક દ્રવ્ય વિરોધી સંવાદ અને સહયોગને નુકસાન થશે.