બીમારી રોકવા માટે જળપ્રદૂષણ રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર નીતિ તૈયાર કરશે: પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન પ્રકાશ આબિટકરે બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જળ પ્રદૂષણને રોકવા માટેે નીતિ તૈયાર કરી રહી છે, જેથી પાણીને કારણે થનારા રોગને રોકી શકાય.
તેમણે કહ્યું હતું કે સરકારે મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટે જીબીએસ (ગુલિયન બેરે સિન્ડ્રોમ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: ઔરંગઝેબના વખાણ કરવા મોંઘા પડ્યા! અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા…
મહારાષ્ટ્ર વિધાનસભામાં જીબીએસના રોગચાળા અંગે થયેલી ચર્ચાનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે આ કોવિડ-19 જેવો ચેપી રોગ નથી. આ રોગ દુષિત પાણીથી ફેલાય છે અને લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેમને ચેપ લાગે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે માંસના સેવન સાથે જીબીએસના રોગને કશી જ લેવાદેવા નથી. આ રોગનો ફેલાવો પુણેમાં વધુ જોવા મળ્યો હતો, કેમ કે ખડકવાસલા બંધમાં પાણીનું ક્લોરિનેશન કરવામાં આવતું નથી.
આબિટકરે કહ્યું હતું કે બાંધકામ અને પાણીના પ્રદૂષણને રોકવા માટે નીતિવિષયક નિર્ણય લેવાની આવશ્યકતા છે. રાજ્યમાં 87 જીબીએસના દર્દીને મફતમાં સારવાર આપવામાં આવી હોવાની માહિતી તેમણે ગૃહને આપી હતી.