viral video: ગણિત ભણાવતી આ મમ્મી-દીકરીનો વીડિયો જોઈ તમને મજા પડી જશે…

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થાય છે જે ક્યારેક રડાવે છે તો ક્યારેક હસાવી જાય છે. સોશિયલ મીડિયાનો સમજ સાથે ઉપયોગ કરવામાં આવે તો અભિવ્યક્તિનું સારું માધ્યમ છે.
આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક માતા બાળકને ગણિતના સાવ સામાન્ય એવા સવાલ પૂછે છે, પરંતુ બાળકી તેનો જે જવાબ આપે છે તે જોઈ લોકો હસી પડે છે. આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Also read : શરૂ થઈ રહ્યા છે હોળાષ્ટક, આ કામ કરવાથી બચો નહીંતર…
વીડિયોમાં મમ્મી પોતાની દીકરીને ગણિત ભણાવવા બેઠી છે. મા દીકરીને પૂછે કે 2-2 કેટલા થાય, તો દીકરી 5 જવાબ આપે છે. ગુસ્સે થયેલી મા કહે છે કે હું તને પ્લેટમાં બે રોટલી ખાવા આપું અને એ બન્ને તુ ખાઈ જા તો કેટલી વધે, તો દીકરી કહે છે સબ્જી વધે. દીકરીનો આ જવાબ ખૂબ જ વાયરલ થયો છે.
નેટીઝન્સ તેના રિઝનિંગને વખાણી રહ્યા છે. ખોટો હોવા છતાં બાળકીને જવાબ ખોટો નથી, તેમ પણ નેટીઝન્સ કહી રહ્યા છે. જોકે બાળકોને આ રીતે કેમેરામાં વીડિયો બનાવી વાયરલ કરવાનો એક મોટો વર્ગ વિરોધ કરે છે.