રાજકોટની સગીરાને ભગાડી જનારા યુવકને પોલીસે નેપાળ સરહદથી દબોચ્યો…

રાજકોટ: રાજકોટમાં થોડા દિવસો પૂર્વે જ 15 વર્ષીય સગીરાને એક શખ્સ ભગાડીને લઈ ગયો હોય તેવી ફરિયાદ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સગીરાને ભગાડી ગયા બાદ યુવકે સોશિયલ મીડિયામાં પણ વિડીયો મૂક્યો હતો. ત્યારે હવે આ મામલે પોલીસે આરોપીને નેપાળ સરહદ પરથી ઝડપી પાડ્યો હતો.
Also read : Surat મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, સ્યુસાઈડ નોટમાં લખી આ વાત
સોશિયલ મીડિયામાં શેર કર્યો વિડીયો
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં સાહિલ નામના વિધર્મી યુવકે ૧૫ વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી છેલ્લા ૭-૮ મહિનાથી તેની સાથે સંપર્કમાં હતો. અંતે સાહિલ સગીરાને તેને ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ શેર કર્યો હતો જેમાં સગીરા પોતાની મરજીથી ભાગી હોવાનું જણાવી રહી હતી.
Also read : રાજકોટ સીસીટીવી કાંડમાં સાયબર ક્રાઈમે દિલ્હીથી એક આરોપીની કરી ધરપકડ
સગીરાની માતાએ નોંધાવી ફરિયાદ
આ મામલે સગીરાની માતાએ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરની માતાએ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, સગીરાએ મોબાઇલમાં મેસેજ કરીને જણાવ્યું છે કે તે સાહિલ સાથે ગઈ છે. આ દરમિયાન સાહિલની પત્નીએ પણ ભરણપોષણનો કેસ કર્યો હતો. કેસની તપાસમાં પોલીસે આરોપીને નેપાળ સરહદ નજીકથી ઝડપી લીધો હતો.