નેશનલ

પંજાબમાં ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ સરકારની મોટી કાર્યવાહી; 12 હજાર પોલીસકર્મી, 750 જેટલા સ્થળોએ દરોડા

ચંદીગઢ: પંજાબમાં ડ્રગ માફિયાઓ સામે રાજ્ય સરકારે (Punjab Government) મોટી પોલીસ કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે. ભગવંત માન સરકારે રાજ્યમાં ‘ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ…’ (War on Drugs) અભિયાનનો પ્રારંભ કર્યો છે.

તે અંતર્ગત પોલીસે શનિવારે 750 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ અંતર્ગત, પંજાબ પોલીસના 12 હજારથી વધુ અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હતા. પંજાબના ભટિંડા, ફિરોઝપુર, રોપર, પટિયાલા, જલંધર, મોહાલી અને હોશિયારપુર વગેરે સ્થળોએ દરોડા પાડયા હતા.

CMનું ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ

આપણ વાંચો: ડ્રગ માફિયા લલિત પાટીલ આખરે ઝડપાયો: એક ફોન કોલને કારણે આખી ગેમ બદલાઇ

પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માન દ્વારા પોલીસ અધિકારીઓને ત્રણ મહિનામાં રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પંજાબ પોલીસે શનિવારે ‘ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ’ અભિયાનના ભાગ રૂપે રાજ્યભરમાં ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે સર્ચ ઓપરેશન અને દરોડા પાડ્યા હતા.

કેબિનેટ મંત્રી અમન અરોરાએ જણાવ્યું હતું કે ‘ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ’ અભિયાનમાં ડ્રગ તસ્કરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે ડ્રગ્સનાં વ્યસનીઓને દર્દીઓ ગણવામાં આવી રહ્યા છે અને તેમની યોગ્ય સારવારની વ્યવસ્થા પણ આ અભિયાનનો એક ભાગ છે.

તેમણે પંજાબના તમામ ધાર્મિક અને સામાજિક સંગઠનો અને પંજાબના તમામ લોકોને આ ઉમદા અભિયાનમાં રાજ્ય સરકારને ટેકો આપવા અને તેને સંપૂર્ણ સફળ બનાવવા અપીલ કરી.

આપણ વાંચો: ડ્રગ્સ માફિયાઓ બેફામ; વડોદરામાં 3.37 કરોડના ડ્રગ્સ સાથે 2 લોકોની ધરપકડ

રાજ્યના નાણામંત્રી હરપાલ ચીમાએ જણાવ્યું હતું કે રાજ્યસ્તરીય ‘ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ’ અભિયાન અંગે યોજાયેલી બેઠક દરમિયાન તેના આગામી તબક્કાની ચર્ચા કરવામાં આવી હતી. આ ઝુંબેશ જિલ્લા સ્તરે ચલાવવામાં આવશે અને પાંચ સભ્યોની પેટા સમિતિના તમામ સભ્યો પંજાબના વિવિધ જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહેલા ઝુંબેશ પર નજર રાખશે.

જાલંધર જિલ્લામાં નશા પર લગામ લગાવવા માટે, ‘ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ’ અભિયાન હેઠળ, પોલીસ કમિશનર ધનપ્રીત કૌરના નેતૃત્વમાં કમિશનરેટ જાલંધર હેઠળ 11 સ્થળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે પોલીસ ટીમનું ભાર્ગો કેમ્પમાં નેતૃત્વ કર્યું હતું.

પોલીસનું ઓપરેશન કાસો

કાજી મંડીમાં પોલીસના દરોડાને કારણે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ભારે બળપ્રયોગ સાથે ઓપરેશન કાસો હાથ ધર્યું. મુખ્ય પ્રધાનનાં આદેશ મુજબ આ કામગીરી ડ્રગ્સ માફિયાઓ અને તેમના નેટવર્કને અસરકારક રીતે નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી રહી છે.

આપણ વાંચો: ગુજરાત ATSની મોટી સફળતા; કુખ્યાત ડ્રગ્સ માફિયા કઈ રીતે પકડાયો, જાણો?

પોલીસે વિસ્તારને ચારે બાજુથી સીલ કરી દીધો અને પછી ઘરોની શોધખોળ શરૂ કરી હતી. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સનાં ગોરખધંધા પર કડક કાર્યવાહી કરવાનો હતો. સવારે 7 વાગ્યે શરૂ થયેલ ઓપરેશન કાસો 100 થી વધુ પોલીસ કર્મચારીઓની હાજરીમાં હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસ ટીમોએ એવા ઘરોમાં તપાસ કરી હતી કે જ્યાં ડ્રગના કેસ પહેલાથી જ નોંધાયેલા હતા અથવા જે શંકાસ્પદ હતા. 20 થી વધુ ઘરોની તપાસ કરવામાં આવી. આશ્ચર્યની વાત તો છે કે ઘરના સભ્યો સૂતા હોયતે સમયે જ પોલીસ ટીમોએ દરોડા પાડયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button