Ahmedabad માં અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત, પાંચ ઘાયલ

અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad)આજે બે સ્થળોએ સર્જાયેલી અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નિપજયા છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે.જેમાં પ્રથમ ઘટના શહેરના હેબતપુરમાં ઘટી હતી. જેમાં હેબતપુર ઓવરબ્રીજ પર ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ગાડીનો કૂરચો બોલાઇ ગયો હતો.
જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું. જ્યારે ગાડીમાં સવાર અન્ય બે લોકોને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે .તેમજ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી છે.
આપણ વાંચો: Rajkot-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત…
બાવળા નજીક રસ્તો ક્રોસ કરતા ટ્રક ચાલકનો અકસ્માત
જ્યારે બીજો અકસ્માત બાવળા રૂપાલ ચોકડી મધુવન હોટલ પાસે થયો હતો. જેમાં બગોદરા તરફ જતી ટ્રકને ચાલકે જમવા માટે રોકી હતી. તેમજ ટ્રક ચાલક રસ્તો ક્રોસ કરી સામેની બાજુ જઈ રહ્યો હતો ત્યારે બગોદરાથી બાવળા તરફ જઈ રહેલા ટુ વ્હીલરે ટ્રક ચાલકને ટક્કર મારી હતી. આ ટુ વ્હીલર પર ત્રણ લોકો સવાર હતા.
આપણ વાંચો: કચ્છમાં માર્ગ અકસ્માતના વિવિધ બનાવોમાં ચારના મોતઃ એક ત્રણ દિવસ પહેલા જ પિતા બન્યો હતો
ટ્રક ચાલક ધંધુકાનો રહેવાસી
અકસ્માતમાં ટ્રક ચાલકનું સારવાર મળે તે પહેલાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું. જ્યારે ટુ વ્હીલર સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા. જેમને 108 મારફતે બાવળા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્ય હતા. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત્યુ પામનાર ટ્રક ચાલક ધંધુકાનો રહેવાસી છે.