ગણેશમંડળોની વેઈટ ઍન્ડ વોચની નીતિ બધા પાસે આગામી પગલાં સંબંધી મંતવ્યો મંગાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાર્વજનિક ગણેશોત્સવ તહેવારમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના ઉપયોગ પર ૨૦૨૦માં જ પ્રતિબંધ મૂકી દીધો સર્ક્યુલર મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે બહાર પાડ્યો છે. કોર્ટે પણ તેના વચગાળાના આદેશમાં પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના વ્યવસાય સાથે હજારો લોકો સંકળાયેલા હોવાથી તેઓએ કોર્ટના આદેશને પડકારવાનો નિર્ણય લીધો છે, તેની સામે મુંબઈના ગણેશોત્સવ મંડળનું નેતૃત્વ કરનારા બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ મુંબઈના તમામ ગણેશમંડળોને પત્ર લખીને તેમનો મંતવ્ય તેમને તાત્કાલિક ધોરણે જાણ કરવા કહ્યું છે.
Also read: ગણેશમંડળોને મંડપ ઊભા કરવા ઓનલાઈન મંજૂરી મળશે
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્યવય સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર દહિંબાવકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે કોર્ટના આદેશનું અવમાન કરી શકાય નહીં. કોર્ટના વચગાળાના આદેશ મુજબ પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ છે. આ અગાઉ ૨૦૨૦ના પણ પીઓપીની મૂર્તિના વપરાશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં કોર્ટમાં પીઓપીની મર્તિના સંદર્ભમાં ફરી સુુનાવણી થઈને તેના પર અંતિમ નિર્ણય કદાચ આવે એવી શક્યતા છે, છતાં અમે મુંબઈના તમામ ગણેશમંડળોને પત્ર લખીને તેમનો મંતવ્ય જાણવા માગીએ છીએ. તેમનો મત જાણ્યા બાદ આ બાબતે અમે સરકાર સાથે ચર્ચા કરશું. અમે કોર્ટના આદેશની વિરુદ્ધ જવા માગતા નથી. પરંતુ ઓગસ્ટ મહિનામાં ગણેશોત્સવ હોઈ તેની તૈયારીઓ અત્યારથી ચાલુ થઈ જતી હોય છે. તેથી આ બાબતે જલદી નિર્ણય આવે અને મૂર્તિકારો સહિત ગણેશમંડળો વચ્ચેની મૂંઝવણ જલદી દૂર થવી આવશ્યક છે.