
ઓટાવા: કેનેડાએ તેના ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમોમાં બોર્ડર અધિકારીઓની સત્તામાં વધારો કરવામાં આવ્યો છે અને હવે ત્યાંના બોર્ડર અધિકારીઓ કોઈપણ સમયે સ્ટડી, વર્ક અઠવા ટુરિસ્ટ વિઝા પર આવેલા લોકોના કામચલાઉ નિવાસ વિઝા રદ કરી શકે છે.
Also read : ડોનાલ્ડ ટ્રમ્પની મોટી કાર્યવાહી, USAID ના 2000 કર્મચારીની કરી છટણી
ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર
પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં અમલમાં આવેલા નવા ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન નિયમો, સરહદ અધિકારીઓને ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) અને ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા (TRV) જેવા કામચલાઉ નિવાસી દસ્તાવેજો રદ કરવા માટે પહેલા કરતાં વધુ સત્તા આપે છે. આથી ત્યાંના બોર્ડર અધિકારીઓ કોઈપણ સમયે સ્ટડી, વર્ક અઠવા ટુરિસ્ટ વિઝા પર આવેલા લોકોના કામચલાઉ નિવાસ વિઝા રદ કરી શકે છે.
કેનેડામાં 4.27 લાખ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ
ઉલ્લેખનીય છે કે નવા નિયમોની હજારો વિદેશી નાગરિકોને અસર થશે. તેમાં મોટી સંખ્યામાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. નવા નિયમો હેઠળના ફેરફારોની અસર વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને કામચલાઉ નિવાસી મુલાકાતીઓ પર થશે. કેનેડામાં શિક્ષણ મેળવવા માટે મોટી સંખ્યામાં ભારતીયો કેનેડા જાય છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, લગભગ 4,27,000 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે.
Also read : નવા એફબીઆઇ ડિરેક્ટર કાશ પટેલ એટીએફના કાર્યકારી વડા બનવાની શક્યતા
સ્ટડી અથવા વર્ક પરમિટ થઈ શકશે રદ્દ
સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, જો કોઈ બોર્ડર ઓફિસર એ વાતથી સંતુષ્ટ ન હોય કે વ્યક્તિ તેના પ્રવાસની મુદત પૂર્ણ થયા બાદ કેનેડા છોડી દેશે અથવા જો દસ્તાવેજ વહીવટી ભૂલના આધારે જારી કરવામાં આવ્યો હોય તો તે સ્ટડી અથવા વર્ક પરમિટ રદ કરી શકે છે. નવા નિયમો અનુસાર, જો ધારક કેનેડાનો કાયમી નિવાસી બને અથવા મૃત્યુ પામે તો પણ પરમિટ રદ થઈ શકે છે.