આપણું ગુજરાત

ગુજરાતના બજેટ અંગે કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાનઃ રાજ્યના દેવા અંગે કર્યો નવો દાવો…

અમદાવાદ: ગુજરાતમાં 64 વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આગામી 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાશે. જો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભામાં ભાજપ સરકાર દ્વારા આપવામાં આવેલા ખોટા આંકડાને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા.

Also read : ગુજરાતમાં કેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લીધો લાભ?

ગુજરાત સરકારે દેવાના ખોટા આંકડા આપ્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, “ગુજરાત વિધાનસભામાં હંમેશા પ્રામાણિક અને પારદર્શક સંસદીય કામગીરીની પરંપરા રહી છે, ભાજપ સરકારે વિધાનસભામાં બતાવ્યું છે કે ગુજરાત રાજ્યનું કુલ દેવું રૂ. 3,70,000 કરોડ છે. પરંતુ કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા જવાબમાં ગુજરાત રાજ્ય પરનું દેવું 4,43,753.3 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યું છે.

ગુજરાતનું દેવું સતત વધી રહ્યું છે
તેમણે આગળ કહ્યું હતું કે, “ભારતીય રિઝર્વ બેંક દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા ‘સ્ટેટ ફાઇનાન્સ: અ સ્ટડી ઓફ ધ બજેટ 2023-24’ અહેવાલ હેઠળ આપવામાં આવેલી વિગતો દર્શાવે છે કે ગુજરાત રાજ્યનું દેવું સતત વધી રહ્યું છે. વર્ષ ૨૦૦૭માં રાજ્ય પર ૯૦,૯૫૫.૭ કરોડ રૂપિયાનું દેવું હતું, જે વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને રૂ. ૪,૪૩,૭૫૩.૩ કરોડ અને વર્ષ ૨૦૨૫માં રૂ. ૪,૯૪,૪૩૫.૯ કરોડ થશે. જે રાજ્યના એક વર્ષના કુલ બજેટ કરતાં વધુ છે.

Also read : કૉંગ્રેસના ધારાસભ્યોએ નકલી તબીબ-દર્દી બની નોંધાવ્યો વિરોધ, વિધાનસભામાં ગુંજ્યો ખ્યાતિ કાંડનો મુદ્દો

500 રૂપિયામાં ગેસ સિલિન્ડર નથી મળતા
આગળ તેમણે કહ્યું હતું કે પૂજ્ય ગાંધી બાપુ અને સરદાર સાહેબે ગુજરાતમાં કામ કરવાની રીત સરળ અને સરળ બનાવી. ભાજપ સરકાર કરોડો રૂપિયાનું દેવું કરી ચૂકી છે, ગુજરાતના નાગરિકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા અને મહિલાઓને મફત બસ મુસાફરી પણ નથી મળી રહી. આ દર્શાવે છે કે ભાજપ સરકાર ફક્ત પોતાના પ્રિય ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button