ST ખોટમાં હોવાનું નિવેદન આપવા બદલ પરિવહનપ્રધાનની ચોમેર ટીકા

મુંબઈઃ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી છૂટછાટો કારણે એસટી (ST) કોર્પોરેશનનું નુકસાન વધ્યું હોવા અંગેના નિવેદન કરવા બદલ પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકની ચારેકોરથી ટીકા થઇ રહી છે. એસટીમાં આપવામાં આવેલી વિવિધ છૂટોને કારણે આ નાણાકીય વર્ષમાં 640 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
10 મહિનામાં 640 કરોડ રુપિયાનું નુકસાન
એસટી કોર્પોરેશન સતત ખોટમાં છે અને ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા 10 મહિનામાં એસટીને 640 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા 17મી માર્ચ, 2023થી મહિલા સન્માન યોજના હેઠળ આપવામાં આવેલી છૂટછાટોને કારણે એસટીની ખોટ 640 કરોડ રૂપિયા પહોંચી છે.
આપણ વાંચો: દહિસર ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામના નિરાકરણ માટે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકનું 3 દિવસનું અલ્ટિમેટમ
2024-25માં 53 કરોડ મહિલાએ લીધો લાભ
મહિલાઓને પચાસ ટકા ડિસ્કાઉન્ટ પર બસમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી હતી. ૨૦૨૩થી, ૧૧૫.૧૭ કરોડ મહિલાઓએ (આ સંખ્યા એક રાઉન્ડમાં કેટલી મહિલાઓએ મુસાફરી કરી તેના આધારે ગણવામાં આવે છે) આ છૂટનો લાભ લીધો છે.
નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 53.91 કરોડ મહિલાઓએ એસટીમાં મફત મુસાફરી કરી છે અને તેમને 1,509 કરોડ રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ મળ્યો છે. દર મહિને, અંદાજે 2 કરોડ મહિલાઓ આ એસટીની છૂટનો લાભ લે છે. આ રાહત રકમ દર મહિને ૧૨૫ થી ૧૫૦ કરોડ રૂપિયા છે.
આપણ વાંચો: રાજ્યમાં ‘પોડ કાર પ્રોજેક્ટ’ની શરૂઆત મીરા-ભાયંદરથી કરાશેઃ સરનાઈકની જાહેરાત
2022થી વરિષ્ઠ નાગરિકોને ડિસ્કાઉન્ટ આપવાનું શરુ કર્યું
વરિષ્ઠ નાગરિકો માટે ડિસ્કાઉન્ટ 26 ઓગસ્ટ, 2022થી શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, ૫૨.૧૫ કરોડ વરિષ્ઠ નાગરિકોએ આ છૂટનો લાભ લીધો છે. આ નાણાકીય વર્ષમાં, 21.80 કરોડ વરિષ્ઠ નાગરિકોએ આ છૂટનો લાભ લીધો છે, જેની છૂટનું મૂલ્ય રૂ. 1,126.56 કરોડ છે. આ રાહત રકમ દર મહિને લગભગ ૧૦૦-૧૨૦ કરોડ રૂપિયા છે.
ઓગસ્ટ મહિનામાં ફક્ત 22 કરોડનો કર્યો હતો નફો
આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી, એસટીને દર મહિને નુકસાન થયું છે, ફક્ત ઓગસ્ટ મહિનામાં જ 22 કરોડ રૂપિયાનો નફો થયો છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ નુકસાન ૧૩૧ કરોડ રૂપિયા અને ઓક્ટોબરમાં ૧૬૫ કરોડ રૂપિયા હતું. કોર્પોરેશનને સરકાર તરફથી વળતર તરીકે રૂ. ૩૮૩૫ કરોડ મળ્યા છે.