વિદેશ જવાની ઘેલછા મોંઘી પડી, Vadodara માં વિઝા અપાવવાના બહાને 2.70 કરોડની છેતરપિંડી

અમદાવાદ: ગુજરાતમાં છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિ પાસે તેના સંબધીઓએ જ વિઝા અપાવવાના બહાને 2.70 કરોડની છેતરપિંડી કરી છે. વડોદરા(Vadodara)પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ અનુસાર મામા પાસેથી ભત્રીજા અને બહેને કેનેડાના વિઝા અપાવવા માટે 2.70 કરોડની રકમ ટુકડે ટુકડે લીધી હતી. પરંતુ જ્યારે વિઝા અને રકમ પણ પરત ન મળી ત્યારે મામાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
ધ્રુવ પટેલને વિઝા મેળવવામાં મદદ કરવા કહ્યું હતું.
પોલીસ ફરિયાદ મુજબ, વડોદરાના રહેવાસી દર્શન પટેલે જણાવ્યું હતું કે તે વર્ષ 2009માં સ્ટુડન્ટ વિઝા પર લંડન ભણવા ગયો હતો. તેની બાદ તે વર્ષ 2014 માં ભારત પરત ફર્યો હતો. તેમજ કોરોના સમયગાળા પછી જ્યારે તે તેના પિતરાઈ ભાઈ દિવ્યાંગીબેનને મળવા ગયો ત્યારે તેણે કેનેડામાં રહેતા તેમના પુત્ર ધ્રુવ પટેલને વિઝા મેળવવામાં મદદ કરવા કહ્યું હતું.
આપણ વાંચો: અમદાવાદના વેપારીને ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી ભારે પડી, 1.91 કરોડની છેતરપિંડી
દર્શન પટેલને ખાતરી થઈ ગઈ કે બધું બરાબર છે
તેની બાદ દર્શને તેના ભત્રીજા ધ્રુવ સાથે વાત કરી. તેણે પહેલા વિઝિટર વિઝા માટે પૈસા માંગ્યા અને પછી કહ્યું કે આમાં સમસ્યા છે. તેથી વર્ક પરમિટ વિઝા લેવો પડશે. આ માટે વધુ નાણાં માંગ્યા હતા. જેની બાદ તેણે નકલી વર્ક પરમિટ લેટર અને એર ટિકિટ મોકલી હતી જેનાથી મામા દર્શન પટેલને ખાતરી થઈ ગઈ કે બધું બરાબર છે.
પરંતુ જ્યારે છેલ્લી ઘડીએ ધ્રુવે કહ્યું કે વર્ક પરમિટમાં પણ સમસ્યા છે. ત્યારે તેણે દર્શનને કેનેડા જવા માટે બિઝનેસ વિઝા લેવાની સલાહ આપી. આ માટે પણ મોટી રકમ લીધી. જ્યારે દર્શને ટિકિટ અને વિઝા તપાસ્યા ત્યારે તેને ખબર પડી કે ટિકિટ નકલી હતી.
નાણાં આપવાની ના પાડી
જ્યારે દર્શને ધ્રુવને ફોન કરીને તેના નાણાં પાછા માંગ્યા ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહીં. તેમજ બહેન સાથે પણ વાત કરવામાં આવી પણ કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો. જો કે તેની બાદ ધ્રુવના પિતાનું જૂન 2024 માં અવસાન થયું, આ સમય દરમિયાન જ્યારે ધ્રુવ વડોદરા આવ્યો હતો ત્યારે દર્શને ફરીથી પૈસા પાછા માંગ્યા પરંતુ તેણે નાણાં આપવાની ના પાડી.
પોલીસે ગુનો નોંધીને સમગ્ર કેસની તપાસ શરૂ કરી
જયારે ભારે આનાકાની બાદ સોસાયટીના કેટલાક પરિચિતોની હાજરીમાં ધ્રુવે વડોદરામાં તેના ઘરનો પ્રતીકાત્મક કરાર કર્યો અને નાણાં પરત આપવાનું વચન આપ્યું હતું. પરંતુ 8 મહિના પછી પણ દર્શન પટેલને કોઈ રકમ પરત કરી નહીં. ત્યારે છેવટે કંટાળીને દર્શન પટેલે તેની બહેન અને ભત્રીજા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દર્શન પટેલની ફરિયાદના આધારે વડોદરા પોલીસે દિવ્યાંગી પટેલ અને ધ્રુવ પટેલ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે.