અમદાવાદ

ગુજરાતમાં ‘ડાયરા કિંગ’ દેવાયત ખવડ અને સોશિયલ મીડિયા ‘સ્ટાર’ કીર્તિ પટેલ ફરી આવ્યા વિવાદમાં, જાણો વિગત

અમદાવાદઃ ‘રાણો રાણાની રીતે’ તરીકે જાણીતા થયેલા દેવાયત ખવડ અને ટીકટોકથી સોશિયલ મીડિયામાં તહેલકો મચાવનારી કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુ ટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાને મોડી રાત્રે ઘંટીયા ગામના ફાટક નજીક ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ યુટ્યુબરે દાવો કર્યો કે, મારૂં અપહરણ કરી માર માર્યો એ વખતે આ અજાણ્યા શખ્સોએ કીર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હતો. આ વીડિયો કોલમાં કીર્તિએ કહ્યું હતું કે રોયલ રાજાની મૂંછ અને વાળ સારા નથી લાગતા, કાપી નાંખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાંખ્યા હતા.

યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાના જણાવ્યા અનુસાર, ત્રણ કારમાં આવેલાં 10થી વધુ શખ્સોએ મારૂં અપહરણ કર્યું હતું, જેમાં બે યુવતીઓ પણ હતી. ત્યારબાદ તેઓ કારને એક ગોળના રાબડામાં લઈ ગયાં. જ્યાં મારા કપડાં ઉતારી નગ્ન કરી ઊંધો સુવડાવી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ કીર્તિ પટેલને વીડિયો કૉલ કર્યો હતો. જેમાં કીર્તિ પટેલ એવું કહેતી હતી કે, રોયલ રાજાની મૂંછ અને વાળા સારા નથી લાગતાં, તેને કાપી નાંખો. બાદમાં હુમલાખોરોએ મારા વાળ અને મૂંછો કાપી ઢોર માર માર્યો. આ સિવાય મારી પાસે માફી મંગાવતો વીડિયો પણ બનાવડાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની પણ વાત કહી હતી. તેમજ મારી પાસેથી 28 હજાર રૂપિયા પણ લૂંટી લેવામાં આવ્યા હતાં. હાલ યુટ્યુબર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ યુટ્યુબરે ખજૂરભાઈના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી, જેને લઈ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

દેવાયત ખવડનો શું છે વિવાદ?
ડાયરા ગજવતો દેવાયત ખવડ પણ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. દેવાયત ખવડે ચાંગોદાર પોલીસ સ્ટેશનમાં પોતાના ડ્રાઇવરને આખો દિવસ બેસાડી રાખવામાં આવ્યા છતા ચાંગોદર પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ મુક્યો હતો. કારના કાચ તોડી ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો…ભાજપ સાંસદ પુરૂષોત્તમ રૂપાલાની પોસ્ટથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં કેમ આવ્યો ગરમાવો, જાણો શું છે મામલો

તેણે કહ્યું, બે ડાયરાના કાર્યક્રમ હતા. સનાથલના ડાયરામાં પબ્લિક ઓછી હોવાથી હું બીજા ડાયરામાં ગયો હતો. બાદમાં મારા ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ કારના કાચ ફોડી નાખ્યા અને કાર જપ્ત કરી લીધી હતી. એટલું જ નહીં, કારમાં રાખેલા રૂ. 5 લાખ પણ લૂંટી લેવામાં આવ્યા હતા. અમે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવ્યા હતા, પરંતુ આ મુદ્દે પોલીસે હજુ સુધી ફરિયાદ નોંધી નથી તેમ જ ગાડી હજુ પણ આરોપીઓ પાસે જ જપ્ત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button