સ્ટીલ્થ ટેકનોલોજી: રણભૂમિમાં ધાર્યું પરિણામ લાવતી ટેકનિક

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ ટૂર આ વર્ષે ઘણી બધી રીતે ચર્ચામાં છે. દ્વીપક્ષીય સબંધની મજબૂતી દર્શાવતા ઘણા ફોટો અને વીડિયો હજુ પણ એક ચર્ચાનો વિષય છે. આ શ્રેણીમાં સૌથી મહત્ત્વનું પાસું દેશની સુરક્ષા મુદ્દે થયેલી વાતચીતનું પણ રહ્યું છે. અમેરિકાએ પોતાના સૌથી શક્તિશાળી એફ -35 વિમાન ભારતને આપવાની તૈયારી દર્શાવી છે આ માટેની કોઈ ચોક્કસ પ્રક્રિયા હજુ સુધી તો સામે નથી આવી. આ વિમાન શા માટે ખાસ છે એ પાછળ એક શબ્દનો જવાબ એની સૌથી પાવરફુલ સ્ટીલ્થ ટેકનોલોજી છે. આ ટેકનોલોજીને ‘લોઓબ્ઝર્વલેબલ ટેકનિક’ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારની લશ્કરી યોજનાનો એક ભાગ કહી શકાય. એમાં સૈન્યના જવાન , એરક્રાફ્ટ, જહાજ, સબમરીન અને મિસાઈલને રડાર, ઇન્ફ્રારેડ, સોલાર અને અન્ય શોધ પદ્ધતિઓથી કોઈ વસ્તુને વર્ચ્યુઅલ રીતે અદ્રશ્ય બનાવવા માટે વિવિધ રીતે ઉપયોગી સાબિત થાય છે.
સૌ પ્રથમ વર્ષ 1958માં યુનાઇટેડ સ્ટેટ્સમાં જ આ ટેક્નોલોજી તૈયાર કરવામાં આવી હતી. ડિઝાઇનર્સ એ એરક્રાફ્ટ માટે ચોક્કસ આકાર તૈયાર કરી પ્રયોગ કર્યો. જે રડારમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તરંગોને રિ-ડાયરેક્ટ કરીને તપાસ કરે અને ઇલેક્ટ્રો મેગ્નેટિક સિગ્નલ એના પર અથડાતાં ઘટાડે. આનાથી હવામાં વીજવેગે જતું વિમાન રડારમાં દેખાય જ નહીં, છતાં કોઈ નાની એવી ભનક લાગી જાય તો માત્ર કોઈ પંખી ઊડતું હોય એવું લાગે. બાકી તો રડાર પણ એને પકડી ન શકે.
રેડિયેશન-શોષક સામગ્રીઓનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એરક્રાફ્ટની સપાટી પરથી પ્રતિબિંબિત રડાર સિગ્નલોને ઘટાડવા અથવા અવરોધિત કરવા માટે ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. આકાર અને સપાટીના પાયાના ફોર્મેટમાં આવા ફેરફારો કરીને ટેકનોલોજી બનાવવામાં આવી. ‘સ્ટીલ્થ’ શબ્દનો અર્થ છે ‘ છૂપી રીતે સંચાલન કરવું અથવા છુપાવવું.’ જ્યારે દુશ્મન દળને હવાઈ હુમલાની હાજરીનો કોઈ સંકેત આપવો જ નથી, છતાં રડારમાં હાજરીને છૂપા વેશે મિસગાઇડ કરવી. અહીં સૌથી મોટી અને ખાસ વાત એ છે કે આખી ટેકનોલોજી સેટઅપ થયા બાદ એમાંથી વિમાનના કોઈ પ્રકારના અવાજ નહિવત આવે છે. અવાજ હવાના મોજા સાથે આવે તો કાન સુધી પહોંચે. પણ અહીં અવાજ જ નહીંવત હોવાથી એનો પહોંચવાનો સવાલ નથી. સતત તડકામાં ઉડાન ભરે ત્યારે વિમાનની સપાટી પણ તપતી નથી.
ઇન્ફ્રારેડ દૃશ્યતા ઘટાડવા માટે ગરમીનું ઉત્સર્જન ઘટાડવું, અવાજ ઘટાડો કરવો જેવાં કામ અહીં ઓટોમેટિક થાય છે. સબમરીન અથવા અન્ય વાહનોમાં સોલાર રે ટાળવા માટે અવાજ ઓછો કરવા માટે પણ આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. સ્ટીલ્થ ટેક્નોલોજી લશ્કરી દળોને વધુ સ્ટીલ્થ અને ટકી રહેવાની ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપે છે. વિમાન કે સબમરીનની તેનો સરળ આઉટર શેલ, ઑપ્ટિમાઇઝ્ડ એર ઇન્ટેક અને ખાસ આકારની વિન્ડો તેના રડાર ક્રોસ-સેક્શનને નોંધપાત્ર રીતે ઘટાડે છે.
વિમાન આકાશમાં ઊડે છે ત્યારે પ્લેનમાંથી પણ રડાર ને છેતરી શકે છે. શરત એટલી કે આ સ્ટીલ્થ ટેકનોલોજી હોવી જોઈએ. સૌથી વિશાળ કોઈ પડકારજનક એ છે કે વિમાન કે સબમારીન ને સતત છુપાવવું. રડારમાં પણ જો એ દેખાઇ તો એનું કોઈ ચોક્કસ કદ કે એરિયા પકડાતા નથી. અમેરિકા પાસે જે વિમાન છે એની મારક ક્ષમતા ખૂબ જ વધારે છે.સ્પીડ માટે તો એના પાઇલટને અમુક ચોક્કસ સૂચના હોય છે. સામાન્ય રીતે લડાકુ વિમાનમાં રડાર સર્વિસ આપવામાં આવે છે જેને કંટ્રોલરૂમ સાથે જોડીને વિમાનમાં રહેલા રડાર સાથે આ ટેકનોલોજીને ચાલુ કે બંધ કરી શકાય છે. વિમાનમાં રહેલું રડાર બંધ થાય એટલે કંટ્રોલ રૂમમાં જે તે વિમાનના લોકેશન કે ટ્રેકિંગ બંધ થઈ જાય છે.
સ્ટીલ ટેકનોલોજીમાં એક એવી સિસ્ટમ આપવામાં આવે છે કે વિમાનના કોઈ ચોક્કસ પાર્ટને રડારમાં ન દેખાડવો હોય તો એ પ્રમાણે સિસ્ટમ સેટ કરી શકાય છે. આ ટેકનોલોજીના ‘હિડન પાર્ટ્સ’ કહે છે. સ્ટીલ્થ ટેક્નોલોજીમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ઈન્ટરફરન્સ (ઊખઈં) શિલ્ડિંગમાં મદદ કરે છે. નેનો ટેકનોલોજીએ આ ટેક્નોલોજીને વધુ સારી બનાવી છે. ઘણી નેનોમટીરિયલ્સમાં, કાર્બન નેનોટ્યુબ્સ (ઈગઝત) એ છઅખત અને શિલ્ડિંગ સામગ્રી માટે શ્રેષ્ઠ પસંદગીઓમાંની એક છે. આ એવી રીતે બનાવવામાં આવે છે કે એ ઉત્તમ ઇલેક્ટ્રોમેગ્નેટિક, યાંત્રિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવે છે. આ રેડિયો વેવ રેડિયેશન ઘટાડવામાં મદદ કરે છે. આનાથી સૈન્ય અને નાગરિક બંને ક્ષેત્રોને ફાયદો થાય છે.
કલ્પના કરો, જો તમારી કાર આ પ્રકારનો કોટિંગ ધરાવે છે તો રડાર તમને પકડી શકશે નહીં! અથવા જો તમારા ઘરની દીવાલો પર આ ટેકનોલોજીનું કોટિંગ છે તો બહારનો અવાજ અંદર આવશે નહીં. આ ટેકનોલોજી ખરેખર અદ્ભુત છે. સૈન્યની સાથે આવી ટેકનોલોજી હજુ અપગ્રેડ થશે તો ઘણાં ક્ષેત્રોમાં દુશ્મનોના દાંત ખાટા કરી શકાશે.
આઉટ ઓફ ધ બોક્સ
વર્ષ 1947 માં અમેરિકાના સૈન્ય વિભાગે ‘ફાયર બર્ડ ’ નામની મિસાઈલ સિસ્ટમ તૈયાર કરી હતી, જેમાં પંખી જેવા આકારના મિસાઈલ બોમ્બ તૈયાર કરવામાં આવ્યા હતા.