ગુજરાતમાં બાળકો વાળા વાહનમાં હવેથી ભોપુ ફીટ નહીં કરવામાં આવે…

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મોટર વાહન નિયમો 1989માં સુધારાની દરખાસ્ત સાથે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ, હવે બાળકો વાળા વાહનમાં બલ્બ હોર્ન (ભોપુ) ફીટ નહીં કરવામાં આવે. આ જોગવાઈનો મૂળ હેતુ પદયાત્રીઓ અથવા અન્ય વાહનોની નજીક પહોંચતી વખતે એક અલગ અને નોંધપાત્ર ચેતવણી આપવાનો હતો. પરંતુ બલ્બના કારણે ઘણી વખત પરેશાની થતી હતી. જોકે હાલ મોટા ભાગના સ્કૂલ વાહનો અને રીક્ષામાં તેનો ઉપયોગ થઈ રહ્યો નથી. ઉપરાંત શાળાઓની આસપાસ નો હોન્કિંગ ઝોન હોવાથી ડ્રાઇવર પણ કારણ વગર હોર્ન મારતા નથી.
Also read : અમદાવાદમાં આજથી વધુ એક બ્રિજ થયો બંધ, જાણો વૈકલ્પિક રૂટ…
કેન્દ્રીય મોટર વાહન નિયમો (સીએમવીઆર) અને રાજ્યના કાયદાઓ હેઠળ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ, ખાસ કરીને સાયલન્સ ઝોનની આસપાસ હોર્ન વગાડવાને લઈ કેટલાક ખાસ નિયમો છે. હાલ સ્કૂલ વાન તથા અન્ય વાહનો જ્યારે શાળાએ આવે ત્યારે લગભગ તેને રસ્તો આપી દેવામાં આવે છે. રાહદારીઓ પણ તેમની લેનમાં જ ચાલતા હોય છે. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને બલ્બ હોર્નનો ઉપયોગ પહેલાથી જ ઓછો થઈ ગયો હતો.
Also read : ગુજરાતમાં બઢતી-બદલીનો દૌરઃ સિનિયર કલાર્ક, નાયબ ચીટનીશ, તલાટી મંત્રીની બઢતી, જુઓ લિસ્ટ
આ પરિબળોને ધ્યાનમાં રાખીને અને બ્લબ હોર્નના ઓછામાં ઓછા ઉપયોગને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે મોટર વાહન નિયમોમાંથી જોગવાઈને દૂર કરવાનો નિર્ણય લીધો છે. સરકારે 10 ફેબ્રુઆરીએ સત્તાવાર ગેઝેટમાં જાહેરનામાના પ્રકાશનના 30 દિવસની અંદર જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. આ સુધારાને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં હિતધારકો તેમના સૂચનો આપી શકે છે.