મોડાસામાં ભાજપના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની દાદાગીરીનો વીડિયો થયો વાઇરલ…

અમદાવાદઃ મોડાસામાં ભાજપના નેતાના પુત્રનો વીડિયો વાઇરલ થયો છે. અંગત અદાવતમાં એક યુવકને ફટકાર્યો હતો. બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રને કેટલાક લોકોએ માર્યો હતો. ઘટનાની અંગત અદાવત રાખીને રોષે ભરાયેલા ભીખુસિંહ પરમારના પુત્રને માર મારનાર ઇસમોને શોધીને કિરણસિંહ પરમાર, રણજીતસિંહ પરમારે મારામારી કરી હતી.
Also read : ગુજરાતમાં બઢતી-બદલીનો દૌરઃ સિનિયર કલાર્ક, નાયબ ચીટનીશ, તલાટી મંત્રીની બઢતી, જુઓ લિસ્ટ
મોડાસામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પરિવાર સાથે જોડાયેલી મારામારીની બે અલગ-અલગ ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. પહેલી ઘટનામાં મંત્રીના પૌત્ર પર હુમલો થયો હતો, જ્યારે બીજી ઘટનામાં મંત્રીના પુત્રોએ વળતો પ્રહાર કર્યો હતો. થોડા દિવસ અગાઉ રિક્ષાચાલક યુવકે સાઇડ આપવા બાબતે મંત્રીના પૌત્ર સાથે બબાલ કરી તેને માર માર્યો હતો. હાલ આ બંને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
થોડા દિવસ પહેલા મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારનો દીકરો એક્ટિવા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા રિક્ષાચાલક સાથે સાઈડ આપવા બાબતે તકરાર થઈ હતી. જોકે આ બબાલ ગંભીર બનતાં રિક્ષાચાલક યુવાને મંત્રીના પૌત્ર પર જાહેરમાં હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ધીરે ધીરે આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને રિક્ષાચાલકે મંત્રીના પૌત્રને ફટકાર્યો હતો. ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. આ ઘટનાની જાણ મંત્રીના પુત્રને થતાં તેના બંને પુત્ર કિરણસિંહ અને રણજિતસિંહ પોતાના દીકરા પર હુમલો કરનારી વ્યક્તિને શોધીને હુમલો કરે છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
Also read : ACB Trap: અમદાવાદના ફાયર ઓફિસર રૂપિયા 65 હજાર લાંચ લેતા ઝડપાયા
બીજા વીડિયો બે વ્યક્તિ સ્કૂટી પર જતી હોય છે. આ દરમિયાન મંત્રીના બંને પુત્ર અને અન્ય કેટલાક લોકો મળીને આ યુવકને રોકે છે. એ બાદ અચાનક સ્કૂટીચાલક યુવકને વાળ પકડીને બે-ત્રણ ફડાકા ઝીંકી દે છે, તેને સ્કૂટી પરથી નીચે ઉતારી માર મારવા લાગે છે, જેમાં એક વ્યક્તિ તેની ટીશર્ટ પકડી રાખે છે, તો અન્ય એક વ્યક્તિ લાકડી વડે તેને ફટકારે છે. આ દરમિયાન અન્ય કેટલાક લોકો પણ એક ગાડીમાંથી લાકડીઓ લઇને આવે છે અને યુવકને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે.