Rajkot:સોશિયલ મીડિયામા તોફાની રાધાના નામે ઓળખાતી યુવતીએ આત્મહત્યા કરી, અનેક તર્ક વિતર્કો

અમદાવાદ : રાજકોટના(Rajkot)રૈયા રોડ પર રહેતી અને સોશિયલ મીડિયામા તોફાની રાધાને નામે ઓળખાતી યુવતીએ આત્મહત્યા કરી છે. 26 વર્ષીય યુવતી રાધિકા ધામેચાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે, પરિવારથી અલગ રહેલી રાધિકાએ આત્મ હત્યા કરતા પૂર્વે પિતાને ફોન કર્યો હતો. તેમજ કહ્યું હતું કે હું દુનિયા છોડીને જાઉ છું. પરંતુ તેના પિતાને તેના ઘરે પહોંચે તે પૂર્વે જ તેણે ગળે ફાંસો લગાવી દીધો હતો. તે તાજેતરમાં જ ગોવાથી પરત આવી હતી રાધિકા ધામેચા ઉર્ફે તોફાની રાધા. આત્મહત્યા અંગે અનેક તર્ક વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે.
મોબાઈલ ફોનને એફએસએલમા મોકલવામાં આવ્યો
આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.પોલીસે હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. જ્યારે તેના મોબાઈલ ફોનને એફએસએલમા તપાસ માટે મોકલી આપ્યો છે. જ્યારે મૃતક યુવતી પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી.
Also read: સૂર્યકુમારે રાજકોટની હાર માટેના કારણમાં કહ્યું, `મેં ધાર્યું હતું કે…’
અનેક તર્ક-વિતર્કો
ઉલ્લેખનીય છે કે, રાધિકા હર્ષદભાઈ ધામેચા ઈન્સ્ટાગ્રામમાં તોફાની રાધાના નામે જાણીતી હતી. જોકે, તેના અચાનક આપઘાતથી પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ છે. તેમજ આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે