લોકસભા ચૂંટણીમાં US Funding ના દાવાએ વિવાદ સર્જ્યો, વિદેશ મંત્રાલયે આપી આ પ્રતિક્રિયા

નવી દિલ્હી : ભારતમાં વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અમેરિકન ફંડિંગના(US Funding)દાવાએ વિવાદ સર્જ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં મતદાન ટકાવારી વધારવા ભારતને 21 મિલિયન ડોલર ફાળવવાના બાઈડન વહીવટીતંત્રના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જોકે, આ નિવેદન બાદ ભારત સરકારે તીખી પ્રતિક્રિયા આપી છે.
આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપના અહેવાલો ચિંતાજનક
વિદેશ મંત્રાલયે શુક્રવારે અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે દેશના આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપના અહેવાલો ચિંતાજનક છે. સરકારે કહ્યું છે કે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારતને USAID ફંડિંગ રદ કરવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે આ નાણાંનો ઉપયોગ ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે કરવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે યુએસ વહીવટીતંત્ર દ્વારા કેટલીક યુએસ પ્રવૃત્તિઓ અને ભંડોળ વિશે આપવામાં આવેલી માહિતી જોઈ છે. આ સ્પષ્ટપણે ખૂબ જ ચિંતાજનક છે. આનાથી ભારતના આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપ અંગે ચિંતા વધી છે.
આ પણ વાંચો…મણિપુરના ચાર જિલ્લામાંથી ૧૭ આતંકવાદીની ધરપકડ
ટિપ્પણી કરવી ખૂબ જ વહેલી ગણાશે
તેમણે વધુમાં કહ્યું કે સરકાર આ મામલાની સક્રિય તપાસ કરી રહી છે. જ્યારે સંબંધિત વિભાગો અને એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. આ તબક્કે જાહેરમાં ટિપ્પણી કરવી ખૂબ જ વહેલી ગણાશે. આ અંગે સંબંધિત અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે અને ઝડપથી અપડેટ આપી શકીશું.
આ પણ વાંચો…Congress સંગઠનમાં મોટા પાયે ફેરફારની તૈયારી, નવી રણનીતિ બનાવાશે
યુએસએઆઇડી ફંડિંગ રદ કરવાનો નિર્ણય લીધો
ઉલ્લેખનીય છે કે, 16 ફેબ્રુઆરીના રોજ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીએ જાહેરાત કરી હતી કે તેણે ભારતને યુએસએઆઇડી(USAID)ફંડિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અનેક પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બાઈડન વહીવટીતંત્રના ભંડોળ આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.