ગાંધીનગર

ગુજરાતની જનતાને મળશે મફત વીજળી, સરકારે શું કહ્યું જાણો?

સ્માર્ટ મીટર મુદ્દે ઊર્જા પ્રધાને વિધાનસભામાં આપ્યો જવાબ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ (gujarat budget session) સત્રનો આજે ત્રીજો દિવસ છે. વિધાનસભા ગૃહમાં કૉંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે (MLA Kirit Patel) પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર અંગેના સરકારને સવાલ કર્યો હતો. તેનો જવાબ આપતા ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ (kanu desai) જણાવ્યું હતું કે, હાલના મીટર અને સ્માર્ટ મીટર (smart meter)ની કામગીરી સમાન છે તેથી તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા સાદા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે.

આ પણ વાંચો: ગુજરાત બજેટ સત્રઃ ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા કોણે કરી માંગ?

ગુજરાતમાં અન્ય રાજ્યની જેમ ફ્રી વીજળી આપવામાં આવશે?

પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં મફત વીજળી આપવાનું કોઈ આયોજન ન હોવાની સ્પષ્ટતા ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ કરી હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણાના સવાલના જવાબમાં ઉર્જા પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે અન્ય રાજ્યોની જેમ 200થી 300 યુનિટ વીજળી ફ્રી આપવાની હાલમાં ગુજરાતમાં કોઈ વિચારણા નહી.

આ પણ વાંચો: ગામ પોતે પ્રકાશમાન થયું ને રાજ્યને વીજળી વેચે છે

ઊર્જા વિભાગના જણાવ્યા મુજબ, હાલના મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ મીટર જાતે વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે. સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની અપ્લિકેશન દ્વારા મોબાઇલ પર જ નિયમિત અને તાત્કાલિક ધોરણે વીજ ગ્રાહકને મળી રહે છે.

સ્માર્ટ મીટર શું છે?

સ્માર્ટ મીટર એ હયાત વીજ મીટરની જેમ જ વીજ વપરાશ નોધાવાનું કાર્ય કરે છે. સ્માર્ટ મીટર વીજ વપરાશની સચોટ માહિતી વધુ સ્પષ્ટતા સાથે પ્રદાન કરે છે. આ ઉપરાંત ઈ ટુ-વે કોમ્યુનિકેશનની વિશેષતા પણ ધરાવે છે. સ્માર્ટ મીટર ગ્રાહકલક્ષી મૈત્રીપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેમાં એડવાન્સ મીટરિંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકના સ્માર્ટ મીટર એપ્લિકેશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન કંપની બંને સાથે કોમ્યુનિકેટ કરે છે. સ્માર્ટ મીટરથી વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગ સમજી તેનું સરળતાપૂર્વક આયોજન કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button