Delhi ના સીએમ રેખા ગુપ્તાએ મંત્રીમંડળ સાથે યમુના નદીના વાસુદેવ ઘાટ પર કરી આરતી અને પૂજા

નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)27 વર્ષ બાદ ભાજપ સત્તામાં આવી છે. જેમાં આજે દિલ્હીના સીએમ તરીકે રેખા ગુપ્તાએ શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ લીધા હતા.
જોકે, તેની બાદ દિલ્હીના નવા મુખ્યમંત્રી સાંજે રેખા ગુપ્તા કેબિનેટ મંત્રીઓ સાથે યમુના નદીના વાસુદેવ ઘાટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સંધ્યા આરતી કરીને પૂજા કરી હતી. દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ સંપૂર્ણ વિધિ સાથે આરતી કરી હતી.
મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી શકે છે
આ પૂર્વે આજે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા અને ધારાસભ્યોને મંત્રીના શપથ લેવડાવ્યા હતા. દિલ્હી કેબિનેટની પ્રથમ બેઠક આજે સાંજે યોજાવા જઈ રહી છે. જેમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી શકે છે.
આપણ વાંચો: ઝરમર વરસાદ વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન લેશે શપથ, જાણો વિગતો
જેમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ગૃહ અને નાણાં મંત્રાલય, નાયબ મુખ્ય મંત્રી પરવેશ વર્માને શિક્ષણ, પરિવહન અને પીડબ્લ્યુડી મંત્રાલય, કપિલ મિશ્રાને પાણી, પર્યટન અને સંસ્કૃત મંત્રાલય મળી શકે છે. જ્યારે મનજિંદર સિરસાને આરોગ્ય મંત્રાલયની જવાબદારી મળી શકે છે.
આ ઉપરાંત આજે યોજાયેલા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહમાં હજારો ભાજપ સમર્થકો એકઠા થયા હતા. આ ભવ્ય સમારોહ જોવા માટે લગભગ 30,000 લોકો હાજર રહ્યા હતા.