નીતા અંબાણી જેટલી અમીર નથી, પણ તેમ છતાં દરરોજ ફ્લાઈટમાં ઓફિસ જાય છે આ મહિલા…

હેડિંગ વાંચીને તમને પણ એવું થયું હશે કે ભાઈસાબ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિના મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પાસે અખૂટ પૈસો હોવા છતાં પણ દરરોજ ફ્લાઈટમાં બેસીને ઓફિસ જવાની અમીરી તો કદાચ તેમને પોષાય કે કેમ એ એક સવાલ છે, પરંતુ આજે અમે અહીં તમારા માટે એક એવી મહિલાની સ્ટોરી લઈને આવ્યા છીએ કે જે દરરોજ ફ્લાઈટમાં બેસીને 600 કિલોમીટર દૂર આવેલી ઓફિસ પહોંચે છે. ચાલો જોઈએ કે આખરે આ મહિલા કોણ છે અને કઈ રીતે તેને દરરોજ એર ટ્રાવેલ કરવાનું પોષાય છે એ-
આ મહિલાનું નામ રેચલ કૌર છે મૂળ ભારતીય છે, પરંતુ હાલમાં મલયેશિયામાં રહે છે. આ મહિલાની સ્ટોરી સાંભળીને તમામ લોકો દંગ રહી જાય છે. મલયેશિયા દરરોજ 600 કિલોમીટર પ્રવાસ કરીને સવારે ઓફિસ જાય છે અને સાંજે ઘરે પાછી ફરે છે.
રેચલે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કેતે આટલી લાંબી મુસાફરી પોતાના બંને બાળકો માટે કરે છે.
આપણ વાંચો: PM Narendra Modi કે Mukesh Ambani? નીતા અંબાણીએ આપ્યો એવો જવાબ કે…
તેણે એવું પણ જણાવ્યું હતું તે આવું કરવાથી પોતાના બાળકો સાથે સમય પસાર કરી શકે છે અને તેમને હોમવર્કમાં મદદ કરવાનો સમય પણ મળી જાય છે. હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે આખરે આ રીતે રોજ ફ્લાઈટમાં મુસાફરી કરવામાં પૈસો પણ ઘણો ખર્ચાઈ જતો હશે, પરંતુ તમારી જાણ માટે આવું નથી. રેચલ દરરોજ મુસાફરી કરીને આ રીતે પોતા ઘણા પૈસા બચાવે છે આવો જોઈએ કઈ રીતે-
એક યુટ્યૂબ ચેનલે રેચલની આખી દિનચર્યા કવર કરી હતી અને એમાં એવું જાણવા મળ્યું હતું કે રેચલ દરરોજ સવારે ચાર વાગ્યે ઉઠીને પેનાંગ શહેરથી કુલાલામપુર જવાની કવાયત શરૂ કરે છે. હવે તમને થશે કે કુઆલાલામપુર રોજ જવા કરતાં ત્યા રહેવાનું વધારે સારું ના પડે તો એનો જવાબ છે ના.
આપણ વાંચો: ‘પંડ્યા બંધુઓએ ત્રણ વર્ષ માત્ર મૅગી અને નૂડલ્સથી ચલાવી લીધું હતું’…નીતા અંબાણીએ કેમ આવું કહ્યું?
રેચલ શરૂઆતમાં પરિવારથી દૂર ત્યાં જ રહેતી હતી, પરંતુ ત્યાં તેણે 474 યુએસ ડોલર ભાડા તરીકે આપવા પડતા હતા, જેની સામે રોજ મુસાફરી કરવાનો ખર્ચ 316 યુએસ ડોલર થાય છે. આમ રેચલના ઘણા પૈસા બચી જાય છે. રેચલ એર એશિયાની એરલાઈન્સમાં કામ કરે છે જેને કારણે તેને એર ટ્રાવેલમાં ઘણું ડિસ્કાઉન્ટ મળી જાય છે.
એરપોર્ટથી રેચલ પાંચ-સાત મિનિટમાં જ પોતાની ઓફિસ પહોંચી જાય છે. દરરોજ 5.55ની ફ્લાઈટ પકડીને રેચલ 7.45 વાગ્યા સુધી પોતાની ઓફિસ પહોંચી જાય છે. પોતાનું કામ પતાવીને રેચલ ફરી ફ્લાઈટ પકડીને રાતે આઠ વાગ્યા સુધી ઘરે પાછી ફરે છે. આમ રેચલ દરરોજ પોતાનું ઓફિસ મેનેજ કરીને પોતામના સંતાનોને પણ સમય આપી શકે છે.