ડિમોલિશન બાદ હવે બેટ દ્વારકામાં દેશની સુરક્ષા એજન્સીઓનો યુદ્ધાભ્યાસ

બેટ દ્વારકા: ગુજરાતના પશ્ચિમી તટ પર સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ટાપુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચાલુ પ્રયાસોને ધ્યાનમાં લેતા, બેટ દ્વારકામાં “એક્સ જલ થલ રક્ષા 2025” નામની એક મહત્વપૂર્ણ સૈન્ય કવાયત આયોજિત કરવામાં આવી હતી.
આ યુદ્ધાભ્યાસમાં આર્મીની અમદાવાદ સ્થિત 11 ઇન્ફન્ટ્રી ડિવિઝન, જામનગર આધારિત 31 ઇન્ફન્ટ્રી બ્રિગેડ, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા તંત્ર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, એનએસજી, મત્સ્યખાતા, કસ્ટમ્સ અને વન વિભાગના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.

Also read: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ, 3 હોદ્દેદારોએ આપ્યા રાજીનામા

અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ગઈ કાલે દેશની સર્વોચ્ચ સુરક્ષા એજન્સીઓ દ્વારા યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય આર્મી, નવી, કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને ફોરેસ્ટ વિભાગ સાથે મળી આતંકી વિરોધી પ્રવૃત્તિઓ અને યુદ્ધ અભ્યાસ કરી દેશની સુરક્ષા ક્ષમતાની ચકાસણી કરી હતી.