વિકી કૌશલની ‘છાવા’ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે, જાણી લો…

અભિનેતા વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ રિલીઝ થઇ ગઇ છે અને બોક્સ ઑફિસ પર ઘણી ધૂમ મચાવી રહી છે. ફિલ્મને જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં થિયેટરોમાં પહોંચી રહ્યા છે. ‘છાવા’એ પહેલા દિવસે જ 31 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને 2025ની સફળ ફિલ્મોની યાદીમાં સામેલ થનારી ફિલ્મોની યાદીમાં પોતાનું નામ નોંધાવી જ દીધું છે.
એવામાં લોકો આ ફિલ્મની ઓટીટી રિલીઝ માટે પણ રાહ જોઇ રહ્યા છે. તો આપણે જાણીએ કે ‘છાવા’ ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર અને ક્યારે રિલીઝ થશે.
આપણ વાંચો: હવે ભગવાન પરશુરામ બનશે વિકી કૌશલ
અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો છાવા ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જોકે, ઓટીટી પ્લેટફોર્મના અહેવાલ મુજબ નિર્માતાઓએ હજી નક્કી કર્યું નથી કે ‘છાવા’ને નેટફ્લિક્સ પર કઇ તારીખે રિલીઝ કરવી. સમાન્ય રીતે કોઇ પણ નવી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થાય તેના 50-60 દિવસ બાદ તે ઓટીટી પર રિલીઝ થાય છે.
50- 60 દિવસ ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવે છે. ત્યાર બાદ મેકર્સ તેને ઓટીટી પર રિલીઝ કરી દે છે. ફિલ્મ બૉક્સ ઑફિસ પર વધુ કમાણી કરી શકે તે માટે મેકર્સ આમ કરતા હોય છે. ‘છાવા’ના નિર્માતાઓ પણ કંઇક આવો જ રસ્તો અપનાવવાનું વિચારી રહ્યા હોય એમ લાગે છે.
આપણ વાંચો: હવે વિકી કૌશલ અને કેટરિનાના ઝઘડા બહાર આવ્યા, જાણો શું છે મામલો?
હાલમાં દર્શકોમાં ‘છાવા’ ફિલ્મનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે અને નિર્માતાઓ તેનો પૂરો લાભ ઉઠાવવા માગે છે. તેથી હવે એ જોવાનું રહેશે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર ક્યારે રિલીઝ થશે.
આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો તેની વાર્તા શિવાજી મહારાજના મૃત્યુ પછી શરૂ થાય છે. તેમના મૃત્યુ બાદ મોગલ શાસક ઔરંગઝેબ દખ્ખણ (દક્ષિણ ભારતના વિસ્તારો) પર કબજો કરવા માગે છે કારણ કે તેને લાગે છે કે મરાઠા સામ્રાજ્ય નબળું પડી ગયું છે અને તેઓ આસાનીથી કબજો મેળવી શકશે, પણ છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ તેમના માટે એક પડકાર બનીને ઊભરી આવે છે.
મોગલ શાસક શપથ લે છે કે જ્યાં સુધી તે છત્રપતિ સંભાજી મહારાજને મારી ના નાંખે ત્યાં સુધી મુગટ ધારણ નહીં કરે. બસ આ ફિલ્મની સ્ટોરી લાઇન છે. આ ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના અને આશુતોષ રાણા પણ જોવા મળી રહ્યા છે.